ગોધરાના લીલેસરા નીલગીરીના ખેતરમાં જુગાર રમતા 4 જુગારીયા ઝડપાયા

ગોધરા, ગોધરા તાલુકાના લીલેસરા ગામે નીલગીરીના ખેતરમાં જુગાર રમતા હોય તે સ્થળે પોલીસે રેઈડ કરી ચાર જુગારીયાને 1740/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના લીલેસરા ગામે નીલગીરીના ખેતરમાં કેટલાક ઈસમો આર્થિક ફાયદા માટે જુગાર રમી રહ્યા હોય તે સ્થળે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સિકંદર ઈસ્હાક બેલી, ઈમરાન અમીનખાન પઠાણ, સફી મોહમદ સિદ્દિક શેખ, અમીત ત્રિકમલાલ મારવાડીને ઝડપી પાડી અંંગ ઝડતી અને દાવ ઉપર મુકેલ 1740/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.