ગોધરાના કોટડા ગામે માતાએ 7 અને 4 વર્ષના પુત્રો સાથે કૂવામાં ઝંપલાવ્યું ; ત્રણેયના મોત

પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક કોટડા ગામે નિષ્ઠુર માતાએ બે સંતાનો સાથે કુવામાં મોતની છલાંગ મારતા કૂવાના પાણીમાં ડૂબી જવાથી માતા તેમજ બંને પુત્રોના મોત નીપજ્યા છે. બનાવની જાણ થતાં 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહો બહાર કાઢી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા છે.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં 7 વર્ષ અને 4 વર્ષના બે પુત્રો સાથે નિષ્ઠુર માતાએ કુવામાં છલાંગ મારતા ત્રણેયના મોત નીપજ્યા છે. કોટડા ગામે બનેલી હૃદય કંપાવી દેનારી ઘટનામાં માતાનું નિષ્ઠુર બનવાનું કારણ સામે આવ્યું નથી. કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતી 30 વર્ષની વસંતાબેન દિનેશભાઇએ એના બે પુત્રો 7 વર્ષનો અક્ષય અને 04 વર્ષના યુવરાજ સાથે કુવામાં મોતની છલાંગ મારતા પાણીમાં ડૂબી જવાથી તમામના મોત નીપજ્યા છે.