ગોધરા,
ગોધરા શહેરમાં આવેલ ખાનગી ગેસ્ટ હાઉસમાં ઉતારૂઓનુ રજીસ્ટર મુજબની એન્ટ્રીઓ પથિક સોફટવેરમાં ઓનલાઈન નોંધણી નહિ કરતા પંચમહાલ જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાંનો ભંગ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકની સામે આવેલા જનતા ગેસ્ટ હાઉસના સંચાલક જતીન પટેલ પોતાના ગેસ્ટ હાઉસના રિસેપ્શન ઉપરના ઉતારૂઓના રજીસ્ટર મુજબની એન્ટ્રીમાં પથિક સોફટવેરમાં ઓનલાઈન નહિ કરી જિલ્લા મેજીસ્ટ્રેટ પંચમહાલ ગોધરા તરફથી જાહેર કરેલ જાહેરનામાંનો ભંગ કરી ગુનો કર્યો હતો. ત્યારે આ મામલે ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.