ગોધરાના ખાડી ફળીયા વિસ્તારમાં છેલ્લા વીસ દિવસથી પાણી નહિ આવતા રહિશો પરેશાન

  • પાલિકા દ્વારા ટેન્કરની સુવિધા પુરી પડાઈ તે પણ સપ્તાહમાં એક વખત આવતાં પાણી માટે ભારે કિલ્લત

ગોધરા, ગોધરા શહેરના ખાડી ફળીયા વિસ્તારમાં છેલ્લા 20 દિવસ ઉપરાંંતની પાણીનો સપ્લાય બંધ રહેતા રહિશો પરેશાન થઈ રહ્યા છે. પાણીની સમસ્યા માટે પાલિકા દ્વારા ફાળાવેલ ટેન્કર પણ સપ્તાહમાં પાલિકા દ્વારા ફાળવેલ ટેન્કર પણ સપ્તાહમાં એક વખત આવતાંં લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.

ગોધરાના ખાડી ફળીયા વિસ્તારના શર્મા ચાલી, કુંભારવાડા, હુસેની મસ્જીદવાળા વિસ્તારમાં છેલ્લા 20 દિવસથી પાલિકા દ્વારા પુરો પાડવામાં આવતો પાણીનો સપ્લાય બંધ છે. પાણી નહિ મળતું હોવાથી આ વિસ્તારના રહિશો પાણી માટે ભારે હાલાકી વેઠી રહ્યા છે. પાલિકા દ્વારા 20 દિવસથી ખાડી ફળીયા વિસ્તારમાં ઉભી થયેલ પાણીની સમસ્યાને લઈ પાણીના ટેન્કરની સુવિધા ઉભી કરવામાં આવી છે. પરંંતુ આ પાણીનુંં ટેન્કર પણ સપ્તાહમાં એક જ વખત આવતું હોવાથી રહિશો પાણી માટે ભારે પરેશાન થઈ રહ્યા છે. ત્યારે ખાડી ફળીયા વિસ્તારમાં સપ્લાય થતી પાણીની પાઈપ લાઈનમાં ઉદ્દભવેલ સમસ્યાને વેળાસર ઉકેલ લાવીને સ્થાનિક રહિશોની પાણીની સમસ્યાનો ઉકેલ લાવે તેવી માંંગ કરાઈ છે.