
ગોધરા, ગોધરા એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે કેવડીયા ગામ પાસે નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન ટ્રકમાં જુના કપડાંના ઓથમાં લઈ જવાતો 3,58,400/-રૂપીયાના ઈંગ્લીશ દારૂ મળી રૂપીયા 21,79,244/-લાખનો મુદ્દામાલ સાથે ચાલકને ઝડપી પાડયો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના કેવડીયા ગામ પાસે એલ.સી.બી.પોલીસે બાતમીના આધારે નાકાબંધી કરી હતી. નાકાબંધી દરમિયાન બાતમીવાળી ટ્રક નં. યુપી.14.એચટી.5362ને રોકી હતી અને ટ્રકમાં તપાસ કરતાં ટ્રકમાં જુના કપડાંના થેલાની ઓથમાં લઈ જવાતો ઈંગ્લીશ દારૂની મેકડોેવેલ્સ વ્હીસ્કી બોટલો 1788 નંગ, રોયલ ચેલેન્જ ફાઈન રીર્ઝવ વ્હીસ્કી બોટલ નંગ-1200, ઓલ સીજન ગોલ્ડન કલેકશન વ્હીસ્કી બોગલ નંગ-1092 મળી કુલ કિંમત 3,58,176/-રૂપીયા જુના કપડા, મોબાઈલ ફોન-2, રોકડ, ટ્રક મળી કિંમત 21,79,244/-રૂપીયાના જથ્થા સાથે ચાલક મોહનસિંહ ભવરસિંગ રાજપૂત (રહે. ભારદવી ગુડાચોર બાખોરી, ઉદેપુર, રાજસ્થાન)ને ઝડપી પાડયો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ફરિયાદ નોંધાવા પામી.