ગોધરા કાંસુડી જાફરાબાદ ગામે 47 વર્ષિય વ્યકિત પોતાના ધરમાં મુકેલ વાસણોમાં વેલણ લેવા જતાં વાસણોમાંથી સાંપ કરડી જતાં સારવાર માટે ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના કાંસુડી જાફરાબાદ ગામે રહેતા ભારતભાઈ મગનભાઈ બારીયા(ઉ.વ.47)પોતાના ધરમાં રાખેલ વાસણોમાંથી વેલણ લેવા માટે હાથ નાંખતા વાસણોમાં સંતાઈને બેઠેલ સાંપે ડાબા હાથની આંગળી ઉપર ડંખ મારતા દવા સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ગુનો નોંધાવવા પામ્યો છે.