- ગોધરાના મૂળ માલિક 1950માં પાકિસ્તાન હિજરત થયેલ હિજરીતીની જમીનમાં ચાલતો વિવાદ સંદર્ભે આક્ષેપ યુકત રજુઆત.
- ગાંધીનગરના કાબેલ અને પ્રમાણિક અધિકારી પૂર્વ આઈ.એ.એસ. અધિકારી વિનય વ્યાસા દ્વારા બહુચર્ચિત ફાઈલ સંદર્ભે પ્રમાણિકપણે તપાસ થાય તે જરૂરી.
- તત્કાલીન કલેકટર દ્વારા 45709 નોંધ નામંજુર કરી અને પગલાંં ના લેવાના કારણે કેટલાક પક્ષકારો થી ગેરકાયદેસર દસ્તાવેજવાળી જમીનની જે નોંધ કલેકટરની સત્તા બહાર હોવા છતાં સત્તાનો દુરઉપયોગ વડે તત્કાલીન કલેકટર એસ.કે.લાંગા દ્વારા બિનખેતીનો હુકમ કરાવી દીધાના ચોંકાવનારા આક્ષેપો તંત્ર માટે તપાસનો વિષય.
ગોધરા,ગોધરાની પાકિસ્તાન જનારની જમીન તત્કાલીન અને બહુચર્ચીત કલેકટર એસ.કે.લાંગાએ કસ્બાની સર્વે નંબર 430/2/2 ધરાવતી વિવાદિત જમીન માટે એકવાર દફતરે કર્યા બાદ તેઓએ જ બિનખેતીનો તુટક ખોટો હુકમ સામે શરત ભંગની કાર્યવાહી સંદર્ભે આગામી તા.25 નારોજ થનાર સુનાવણી પૂર્વે યોગ્ય ન્યાયની માંગ કરતી અરજી તંત્રમાં રજુ કરવામાં આવી છે. જોકે, આક્ષેપ યુકત આ અરજી અંગે તંત્ર માટે તપાસનો વિષય બન્યો છે. આથી તટસ્થ તપાસ બાદ જ દુધનું દુધ અને પાણીનુંં પાણી થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે. ગોધરા કસ્બાની 430-2-2 માટે બિનખેતીનો હુકમ જે તે સમયે ફરજ બજાવતા કલેકટર એસ.કે.લાંગા દ્વારા કરાયો હોવાના આક્ષેપ સાથે તંત્રમાં ન્યાયની માંંગ કરતી થયેલી અરજીમાં જણાવાયુંં છે કે, તેની સાથે પ્રતિબંંધિત યાદી 30/2005નો સેટલમેન્ટ કમિશ્ર્નર પંચમહાલનો મનાઇ ચાલુ હોવા છતાં 30 જેટલા પક્ષકારો વતી કુલમુખ્ત્યાર એ પાવર ઓફ એર્ટનીમાં ચેડા કરી પ્રતિબંધિત જમીનના દસ્તાવેજ કરી નોંંધ નં. 45707 અને 45709 થી જમીન તબદીલ કરી આ જમીન સર્વે નંબર 430/1/1-અ માં દબાણ કરી લે-આઉટમાં સમાવેશ કરેલ. આથી, એક જાગૃત નાગરિક એ સબંધિત તત્કાલીન કલેકટર પી.ભારથી સમક્ષ રીવીજન 211 મુજબ ખોટી નોંધ સામે રીવ્યુ માટે અરજી આપી આ લે-આઉટ બન્યા પછી નોંધ વિવાદિત 45709 નામંજુર થયેલ અને પક્ષકારોનું કબ્જેદાર તરીકે માંથી નામ કમી થયું પરંતુ લાગવતથી લે-આઉટ પ્લાનને કોઈ અસર થઈ નહીં, ખોટી માપણીના આધારે બિનખેતી ફાઈલ તત્કાલક કલેકટર પી.ભારથી સમક્ષ રજુ કરાતા તા.20/03/2017ના પત્ર અનુસંધાને રજુ થયેલ સર્વે ખાતેની પ્લોટ બુકની વિગતો અને નગર નિયોજકના પ્લાનની વિગતો સરખાવતા નગર નિયોજકે ભલામણ કરેલ પ્લાનમાં સર્વે નંબર 430/અ/1 અને 430/2/1ના હિસ્સાઓનો સમાવેશ થયેલ હોવાનું જણાતા વિસંંગતતા દુર કરવી જરૂરી બને છે. તેવું જણાવ્યું હતું. ત્યાર બાદ કલેકટરની બદલી થતાં જે તે સમયે નવનિયુકત કલેકટર તરીકે ફરજ પર આવેલ એસ.કે.લાંગા સમક્ષ પણ દફતરે કરેલ અરજી સંદર્ભે પૂન: વિચારનાની અરજી થઈ હતી. અને તેઓ દ્વારા પણ અગાઉની ક્ષતિઓને ગુણદોષ આધારે અરજીને દફતરે કરી હતી. ત્યારબાદ આજ કલેકટર અને બહુચર્ચિત અધિકારી એસ.કે.લાંંગા સાથે મેળાપીપણાના આક્ષેપ વચ્ચે જે દબાણવાળી જમીન છે, તે માલિકીની છે અને અગાઉની 7/12માં જેમાં અરજદારના નામ હતા તે આધાર પુરાવા રજુ કર્યા હતા. પરંતુ જેમાં કોઇપણ જાતના રેવન્યુ સર્વે નંબરનો ઉલ્લેખ કર્યો નથી. જેથી તેઓને કોઈ ગુનાહિત બાબતે સંડોવાયલ નહીં તેવી તરકીબ અજમાવીને દયા અરજી કરી હતી. કર્મચારીઓએ પ્રાથમિક તપાસમાં રેવન્યુ સર્વેમાં દબાણ ધરાવતો પ્રતિબંધિત જમીનની વિગત પણ નોંધમાં લખી હતી. ત્યારબાદ નાયક મામલતદાર એ કોઈપણ સર્વે નંબરવાળી જમીનનો પણ ઉલ્લેખ કરેલ નથી. ત્યારબાદ ઈન્ચાર્જ ચીટનીશ દ્વારા માત્ર દબાણવાળું ક્ષેત્રફળની બાદબાકી કરી 14770 પૈકી 13278 મીટર ખેતી માંથી બિનખેતીમાં તબદીલ કરવાનુંં નકકી કરવાની તપાસ નોંધ મુકાઈ હતી. આ ફાઈલ તત્કાલીન અને બહુચર્ચિત કલેકટર એસ.કે.લાંગા પાસે જતાં અગાઉ તેઓ દ્વારા જ મનાઈ હુકમ જમીનમાં સરકારના હિતમાં અને 2005 થી મનાઈ હુકમ હોય અને એક સર્વેમાં ગ.ધા.કલમ 43ના નિયંંત્રણમાં છે. આ બન્ને જમીનો ગેરકાયદેસર આ ટાઈટલ સાથે સુસંગત નથી અને જમીન માફિયાઓમાં મેળાપીપણામાં ભ્રષ્ટાચાર આચરી સોનાની લગડી સમાન જમીનને ખોટી રીતે બિનખેતીનો હુકમ કલેકટર એસ.કે.લાંગા દ્વારા કરાયો હતો. તેવા આક્ષેપો વચ્ચે વધુમાં કહેવાય છે કે, આ જમીનમાં તત્કાલીન કલેકટર અમિત અરોરા એ પ્રાંત અધિકારીના અભિપ્રાય મુજબ મનાઈ હુકમ આપેલ અને તાજેતરમાં એક પક્ષકાર દ્વારા યેનકેન પ્રકારે આ જમીનમાં તત્કાલીન કલેકટર સુજાત મયાત્રા પાસેથી કોઈપણ શરત ભંગ થતો નથી તેવા ખોટા અભિપ્રાયો આધારે મનાઈ ઉઠાવી લેવાયેલ છે. બીજી તરફ ગોધરા ડી.આઈ.એલ.આર. દ્વારા 4 વર્ષ બાદ માપણી અહેવાલ મોકલ્યો હવે અરજદાર દ્વારા નિયંત્રણ ભંગ જણાતા આર એન્ડ બી વિભાગને જાણ કરી તપાસ કરાવતા શરત ભંગ-8 નો રિપોર્ટ એક વર્ષ થી કલેકટર કચેરી પાસે જમા છે. આમ, તમામ ગેરકાયદેસર પ્રવૃતિ કરી લે-આઉટ બનાવી લેવામાં આવેલ છે. તેવા આક્ષેપો સાથેની ન્યાયની માંગ સંદર્ભે તંત્ર માટે તપાસનો વિષય બન્યો છે. હવે જોવું રહ્યું ઉપરોકત વિવાદિત જમીન સંદર્ભિત થયેલ આક્ષેપનું શું થશે…..?
પાકિસ્તાની હિજરીતીની હકિકત છુપાવી ભારતીય નાગરિક ગણી ….
જે તે સમયે પાકિસ્તાન જનાર કુટુંબના સભ્યોને ગોહ્યા મહોલ્લામાં હિજરતી જાહેર થયેલા હતા છતાં જે તે સમયે કલેકટર કચેરી દ્વારા જરૂરી હકિકત છુપાવી ભારતીય નાગરિક ગણી અગાઉની ગેરરીતિને છુપાવી કેન્દ્ર સરકારના ગૃહ વિભાગના જાહેરનામાનો ભંગ કરી સરકાર દ્વારા પ્રસિદ્ધ ગેજેટમાં ઈસમની જમીન 430/3/2ને એકત્રિત કરી સમાવેશ કરેલ છે. જે હકીકત છુપાવી દેવામાં આવેલ છે. અને 430/3-અમાં બિનખેતીનું પ્રિમિયમ વસુલાયેલ નથી. અને ગેરકાયદે નોંધ-20804થી ખોટી રીતે જુની શરત કરેલાની નોંધ છે. જે તત્કાલીન કલેકટર એસ.કે.લાંંગા એ ગણતનો અભિપ્રાય મેળવ્યા વિના સત્તાનો દુરઉપયોગ થયેલ પણ આક્ષેપો ઉઠયા છે.