ગોધરાના કંકુથાંભલા કોરી ડોર રોડ ઉપર સ્વીફટ કાર માંંથી 35 હજારના ઈંગ્લીશ દારૂ સાથે ઈસમને એલ.સી.બી.એ ઝડપ્યો

ગોધરા, ગોધરા તાલુકાના કંકુથાંભલા કોરીડોર રોડ પાસે એલ.સી.બી.પોલીસ એ સ્વીફટ કાર માંથી ઈંગ્લીશ દારૂ કિંમત 35,040/-રૂપીયા, મોબાઇલ ફોન અને કાર મળી 2,40,040/-રૂપીયાના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના કંકુથાંભલા કોરડોર રોડ પાસે એલસીબી પોલીસ દ્વારા સ્વીફટ કાર નં.જીજે.6.ઇડી.8805ને રોકી હતી અને ચાલક અજયકુમાર રવિન્દ્રસિંંહ બારીયા (રહે. હરીઓમ નગર-1, અંકુર સ્કુલની બાજુમાં) ને ઝડપ્યો હતો અને કારનુંં ચેકીંગ કરતા કાર માંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની પેટીઓ નંગ-10 કિમત 35,040/-રૂપીયા, મોબાઈલ ફોન અને કાર મળી 2,40,040/-રૂપીયાના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ થકે ફરિયાદ નોંધાવા પામી છે.