ગોધરા,
ગોધરા કલ્યાણા ગામે રહેતા સુરેશભાઈ ત્રિકમભાઈ વસાવા હાઈવા ડમ્પરમાં કાળી રેતી ભરીને કંકુથાંભલા ગામે જવા નીકળ્યા હતા. ત્યારે અભરામ પટેલના મુવાડા નજીક ડમ્પરના પાછળના ટાયરના બ્રેકના લાઈનર જામ થઈ જતા આગની ધટના બની હતી. જેમાં ડમ્પરના 13 ટાયર અને બે જેટલી બેટરી બળીને ખાખ થઈ જવા પામી હતી. આ અંગે સુરેશભાઈએ ગોધરા શહેર બી-ડીવીઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી.