ગોધરાના કાંકણપુરની શ્રીમતી એન.વી.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો

સરકારશ્રીના આદેશ મુજબ આગણવાડી થી લઈને કોલેજ કક્ષા સુધીના તમામ ક્ષેત્રોમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રવેશ મહોત્સવ યોજીને આવકારવાના કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. ત્યારે શ્રીમતી એન.વી.શાહ ગર્લ્સ હાઈસ્કૂલ કાકણપુર ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ભારે દબદબાભેર સંપન્ન થયો. કાર્યક્રમના શરૂઆતમાં જ મુખ્ય મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. મુખ્ય મહેમાનોનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયતના સભ્ય દશરથભાઈ મકવાણા, લાયઝન અધિકારી કાકણપુર ક્ધયા શાળાના આચાર્ય મિથુનભાઈ પટેલ, સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શાળા કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડો. કશ્યપભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. ગામનાં નગરજનો, વડીલો, વાલીગણ, ગામના આગેવાનો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં શિક્ષણ રસિકો ઉપસ્થિત રહ્યા હતા. શાળામાં ધોરણ-9 અને 10માં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોને પ્રવેશ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોએ શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવ વિશે પ્રસંગિક પ્રવચનો કર્યા હતા. કાર્યક્રમના અંતે સંસ્થાના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની પ્રાંજલ પરમારે કર્યું હતું અને આભાર વિધિ આચાર્ય શ્રીમતી ઉષાબેન પટેલે કરી હતી.