કાંકણપુર,સમગ્ર દેશભરમાં બસ રામનામનો જયજય કાર થઈ રહ્યો છે. કારણકે દરેક લોકો ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો. ત્યારે ગઇકાલે અયોધ્યામાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વરદહસ્તે શ્રીરામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઇ હતી. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર દિવાળી જેવો માહોલ સર્જાયો છે. લોકોએ દીવાઓ પ્રગટાવીને તેમજ આતાશબાજી કરીને આ ક્ષણના શાક્ષી બન્યા હતા. ત્યારે ગોધરા તાલુકાના કાકણપુર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને મોડી રાત્રીએ ભવ્ય શોભાયાત્રા ભગવાન શ્રીરામને નીકાળવામાં આવી હતી. તેમજ આખા કાકણપુર ગામમાં 2000 થી 2500 દીવડા ઓને પ્રગટાવવામાં આવ્યા હતા.
આખું ગામ દીવાથી શણગારવામાં આવતા ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. કાંકણપુર ગ્રામ્ય વિસ્તારોના લોકો બેન્ડબાજા અને ડીજેના તાલે ગરબે પણ ઘૂમ્યા હતાં. સાથો સાથ શોભાયાત્રા કાકણપુર નગરમાં ફેરવવામાં આવી હતી. ફટકડા ફોડી દિવાળી જેવો માહોલ ઉભો કર્યો હતો. અયોધ્યામાં રામ મંદીરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી દેશભરમાં હોંશે હોંશે ઉજવી હતી. ત્યારે કાકણપુર ગામમાં પણ પ્રાણ પ્રતિષ્ઠાના અવસરને ઉત્સાહ રૂપે ઉજવણી કરવામાં આવી છે. ઉજવણી કરી સંધ્યા સમયે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો આખા ગામમાં લોકોએ દિપ પ્રગટાવીને રામ મંદિર પ્રાણ-પ્રતિષ્ઠાની ઉજવણી કરી છે.