ગોધરા,
ગોધરા તાલુકાના કાંકણપુર અર્થક્ષમ સેવા સહ મંડળીમાં ચેરમેન તરીકે પુજાભાઈ લાલાભાઈ મહેરા ફરજ બજાવતા હતા જેઓ મંડળીમાં આવતી જીવન જરૂરી વસ્તુઓ તથા ખાતર બિયારણ અને ખેતીના ધિરાણ કરીને ગ્રાહકોનને વેચાણ કરતા હતા. જેના વ્યાપાર સંબંધિ ખરીદ-વેચાણના આવકના હિસાબો પોતે રાખતા હતા ત્યારે ઓડિટમાં રૂ.13,30,963/-ની કાયમી ઉચાપત કરી હોવાનુ જણાઈ આવ્યુ હતુ. જે સંદર્ભે પુજાભાઈ લાલાભાઈ મહેરા તા.4 એપ્રિલ 2018થી તા.18 એપ્રિલ 2019 દરમિયાન જુદી જુદી તારીખોમાં કુલ રૂ.2,49,261/-જમાં કરાવ્યા હતા. જયારે રૂ.10,81,702/-પોતાના અંગત ખર્ચમાં વાપરી કાઢ્યા હોવાથી તેઓને તાત્કાલિક હોદ્દા પરથી દુર કરવામાં આવ્યા હતા દરમિયાન અનોપસિંહ દલપતસિંહ રાઉલજીએ ચેરમેન તરીકે નિયુકત કરવામાં આવતા તેમણે કાંકણપુર પોલીસ મથકે આ ઉચાપત અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે કાંકણપુર પોલીસ દ્વારા પુજાભાઈ લાલાભાઈ મહેરા વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.