ગોધરા, ગોધરા શહેરના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા આધેડ વ્યકિત 10 દિવસથી પત્ની અને બાળકો ગુમ થયા હોય અને અમદાવાદનો ઈસમ પોતાની પત્ની અને બાળકો લઈ ગયો હોય તે પરત મેળવવા માટે આજરોજ ગોધરા જીલ્લા સેવા સદન ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરે તે પહેલા બી ડીવીઝન પોલીસે નિષ્ફળ બનાવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરના કાછીયાવાડ વિસ્તારમાં રહેતા મનિષકુમાર સુરેશચંદ્ર પટેલની પત્ની અને બાળકો 10 દિવસથી ગુમ થયા છે અને અમદાવાદ ખાતે રહેતા જીગ્નેશ પટેલ નામના ઈસમ દ્વારા પત્ની અને બે બાળકો લઈ ગયો હોય તેવા આધેડ પતિ મનિષકુમાર એ આક્ષેપ કર્યો હતો. છેલ્લા 10 દિવસથી ગુમ થયેલ પત્ની અને બાળકોને પરત મેળવવા માટે આજરોજ મનિષકુમાર પટેલ ગોધરા જીલ્લા સેવા સદન કચેરી ખાતે પેટ્રોલની બોટલ લઈને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેથી સ્થાનિક અને બી ડીવીઝન પોલીસે આત્મવિલોપનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો અને મનિષકુમાર પટેલને બી ડીવીઝન પોલીસ મથકે લવાયો હતો. ત્યારે આધેડ પતિ અને બાળકોને પરત લાવવા માંગણી કરી હતી. એક વર્ષથી આંખ ગુમાવી હોવાનું જણાવ્યું હતું. મારી પત્ની અને બાળકો 10 દિવસથી સાસરી માંથી ગુમ થઈ ગયા છે. સાસરીમાં પુછવા જતાં દિકરો શિબિરીમાંં ગયો ત્યારે શિબિરમાં તપાસ કરતાં મળ્યો ન હતો. પત્ની અને બાળકો ગુમ થયાની પોલીસ તંત્ર અને કલેકટર જાણ કરી પરંતુ પત્ની અને બાળકો નહિ મળતાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. બાળકો અને પત્ની ગુમ થતા નિ:સહાય બની ગયો છું. ત્યારે બાળકો અને પત્ની પરત લાવવા માટે હૈયાફાટ રૂદન સાથે પોલીસ સમક્ષ માંગ કરી.