ગોધરા,ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં આવેલ શાળામાં વિદ્યાર્થીઓ સાથે બે ઈસમો દ્વારા કરાયેલ મારામારીના કિસ્સામાં આખરે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે સીસી ટીવી ફુટેજના આધારે બે ઈસમો વિરૂદ્ગ ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા જાફરાબાદ વિસ્તારમાં આવેલ શ્રી સ્વામીનારાયણ ગાદી ઈન્ટરનેશનલ ટેક ગો સ્કુલમાં કનેલાવ વિસ્તારમાં રહેતા રોહિત વિશનદાસ પહેલજાણીનો 15 વર્ષીય પુત્ર રોશન સ્કુલમાં અભ્યાસ માટે ગયા હતા. અને બપોરના સમયે શાળા છુટીયા બાદ રોશને પિતાને ફોન કરીને જણાવેલ હતું કે, શાળામાં કેટલાક છોકરાએ રોકી રાખ્યો છે. ફોન ઉપર અપશબ્દો અને મારામારીના અવાજ આવતો હતો. જેથી પિતા રોહિત પહેલજાણીએ પત્ની રાજકુમારીને ફોન કરી સ્કુલમાં જવા કહ્યું હતું. સ્કુલમાં પહોંચ્યા બાદ ફોન કરીને જણાવેલ કે, રોશનને બે ઈસમોએ માર માર્યો છે અને હોસ્પિટલમાં લઈ જવ છું રોશનને બે અજાણ્યા ઈસમોએ માથા, મોઢા તેમજ ગુપ્તાંગના ભાગે ઈજાઓ થવા પામી છે. શાળાના સીસી ટીવી ચેક કરતાં બે ઈસમો રોશનને મારમારતાં જણાઈ આવ્યા હતા. જેના આધારે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.