ગોધરાના હમીરપુર રોડ મેસરી નદીના પટમાંથી 412 કિલો માંસનો જથ્થો ઝડપાયો

ગોધરા,ગોધરા હમીરપુર રોડ પર આવેલ એમ.ઈ.ટી.સ્કુલ પાછળ મેસરી નદીના પટમાંથી 412 કિલો માંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો

ગોધરા શહેરના હમીરપુર રોડ પર આવેલ એમ.ઈ.ટી.સ્કુલ પાછળથી પસાર થતી મેસરી નદીના પટમાં ઈરફાન સિરાજ બોકડા, તાહિર સિરાજ બોકડા, અને ઈકરામ સિકંદર ગીતેલી ગોૈમાસ સગેવગે કરવાની પેરવીમાં છે જે ચોકકસ બાતમીના આધારે પોલીસે તા.24 માર્ચે રાત્રે બે વાગ્યે છાપો માર્યો હતો. પોલીસને જોઈને ઈરફાન સિરાજ બોકડા, તાહિર સિરાજ બોકડા, ઈકરામ સિકંદર ગીતેલી અને સુફિયાન હુસેન વલીવાંકા નાસી છુટ્યા હતા. જે બાદ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તાડપત્રી પર માંસનો જથ્થો મળી આવ્યો હતો. જેથી વેટરનરી તબીબને જાણ કરતા વેટરનરી તબીબ દ્વારા માથુ અને પગના આધારે આ માસનો જથ્થો ગોૈવંશનો હોવાનુ પ્રાથમિક તારણ કાઢ્યુ હતુ. ત્યારબાદ માંસના નમુના પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા હતા. જયારે સ્થળ પરથી પોલીસ દ્વારા રૂ.82,400/-ની કિંમતનો 412 કિલોગ્રામ માંસનો જથ્થો કબ્જે લેવાયો હતો.