ગોધરાના હમીરપુર પમ્પિંગ સ્ટેશન ઉપર મોટર ચાલુ કરવા મેઈન સ્વિચ ચાલુ કરતા શોર્ટ સર્કિટથી 27 વર્ષિય કર્મી દાઝી ગયો

  • સ્વિચ ચાલુ કરતા શોર્ટસર્કિટથી 27 વર્ષિય કર્મી દાઝી ગયો

ગોધરા, ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકના હમીરપુર પાંડવા ગામે રેલ્વે ફાટકની બાજુમાં આવેલ પમ્પિંગ સ્ટેશન ઉપર 27 વર્ષિય યુવાન નોકરી ઉપર હાજર હતો અને સવારે 5 વાગ્યે મોટર ચાલુ કરવા જતાં મેઈન સ્વિચ ફાટતા શોર્ટસર્કિટને લઈ યુવાનને બંને હાથે અને શરીર દાઝી ગયેલ આ બાબતે ગોધરા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા હમીરપુર પાંડવા ગામે રેલ્વે ફાટકની બાજુમાં આવેલ પમ્પિંગ સ્ટેશન ઉપર ચેતનભાઈ જયંતિભાઈ પરમાર(ઉ.વ.27, રહે.ડોકટરના મુવાડા, ગોધરા)પમ્પિંગ સ્ટેશન ઉપર નોકરી ફરજ પર હતા અને તા.19મેના રોજ સવારે 5 વાગ્યાના સમયે ચેતનભાઈ મોટર ચાલુ કરવા માટે ગયેલ હોય અને મેઈન સ્વિચ ફાટતા શોર્ટસર્કિટ થયેલ જેને લઈ બંને હાથમાં તથા શરીરના ભાગે દાઝી ગયેલ આ બાબતે બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.