ગોધરાના હમીરપુર ગામના ડે.સરપંચને ત્રણ સંતાનો હોવા છતાં ખોટુ સોગંદનામું કરી ફોજદારી ગુનો કરતાં પદ ઉપર બરતરફ કરવામાં આવે તેવી પુરાવા સાથે લેખિત રજુઆત

ગોધરા,
ગોધરા તાલુકાના હમીરપુર ગામના ડે.સરપંચ ત્રણ બાળકો હોવા છતાં ખોટા સોગંદનામું કરીને ચુંટણી જીત્યા હતા અને ખોટું સોગંદનામું કરવા ફોજદારી કાર્યવાહી કરવામાં આવે તેમજ ડે.સરપંચ પદ ઉપર બરતરફ કવામાં આવે તેવી માંગ સાથે ગોધરા તાલુકા વિકાસ અધિકારીને અરજદાર દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી.

ગોધરા તાલુકાના હમીરપુર ગ્રામ પંચાયતમાં 2021માં ચુંટણી યોજાઈ હતી. સરકારશ્રીના નિયમો મુજબ 2005 બાદ ત્રીજા અથવા તેથી વધુ સંતાનોનો જન્મ થાય તેવી વ્યકિત ચુંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે નહિ તેમ છતાં હમીરપુર ગ્રામ પંચાયતની ચુંટણીમાંં દિલીપભાઈ સરતાનભાઈ સોલંકીએ ઉમેદવારી નોંધાવેલ હતી. દિલીપભાઈ સોલંકીને ત્રણ સંતાનો હોવા છતાં ચુંટણી ફોર્મ ભરવા માટે બે સંતાન હોવાનું ખોટું સોગંદનામું કર્યું હતું. પંચાયતમાં ઉમેદવારી નોંધાવનાર દિલીપભાઈ સોલંકીના પત્ની (ના.મામલતદાર) તરીકે ફરજ બજાવતા હોય અને ચુંટણીલક્ષી કામગીરી સાથે જોડાયેલ હોવાથી ચુંટણીના ઉમેદવારી ફોર્મ ભરવા માટેના નિયમો થી જાણકારી ધરાવતા હોય તેમ છતાં દિલીપભાઈ સરતાનભાઇ સોલંકીએ ત્રણ સંતાનો હોવા છતાં બે બાળકો હોવાનું ખોટું સોગંદનામું બતાવી સાચા તરીકે ઉપયોગ કરી ચુંટણીમાં જીત્યા બાદ ડે.સરપંચ મેળવ્યું હતું. ડે.સરપંચ બનેલ દિલીપભાઈ સોલંકી દ્વારા સરકારી ગ્રાન્ટમાં મોટાપાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. ત્યારે હમીરપુર ગ્રામ પંચાયતમાં થયેલા વિકાસના કામોની તપાસ યોગ્ય રીતે કરવામાં આવે તેમજ ડે.સરપંચ દિલીપભાઈ સોલંકી દ્વારા ચુંટણી ફોર્મ ભરતી વખતે બે સંતાનો હોવાનું ખોટું સોગંદનામું કરવામાં આવ્યું તેથી વધુ તેમના પત્ની (ના.મામલતદાર) તરીકે ફરજ બજાવતા હોય તેમને ચુંટણી નિયમોથી વાકેફ હોવા છતાં તેમના પતિ દ્વારા ખોટું સોગંદનામું રજુ કરી ફોરદારી ગુનો આચરેલ છે. તેની સામે યોગ્ય તપાસ કરવામાં આવે તેમજ દિલીપભાઈ સોલંકીને ડે.સરપંચ પદ માટે ગેરલાયક ઠેરવી પદ ઉપર થી બરતરફ કરવામાં આવે તેવી માંગ સાથે અરજદાર અહેમદ રમજાની મો.યુસુફ દુરવેશ દ્વારા ગોધરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત પુરાવા સાથે રજુઆત કરવામાં આવી છે.