ગોધરાના ગોઠડા ટીંબા રોડ ઉપર ખાણ ખનિજ વિભાગે ચેકીંગ કરી ઓવરલોડ રેતી અને કપચી ભરી જતા બે ટ્રક 60 લાખના મુદ્દા સાથે 3 ઈસમોને ઝડપ્યા

ગોધરા,પંચમહાલ જીલ્લા ખાણ ખનિજ વિભાગની ટીમ ગોધરા તાલુકાના ટુવા ફાટક પાસેથી ઓવરલોડ રેતી અને કપચી ભરી જતાં બે ટ્રક મળી 60 લાખના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પંચમહાલ જીલ્લા ખનિજ માફિયાઓ ખનિજ ચોરી કરવામાં બેફામ બન્યા છે. ત્યારે આવી ખનિજ ચોરી અટકાવવા માટે જીલ્લા ખાણ ખનિજ વિભાગ દ્વારા પણ અવારનવાર ચેકીંંગ કરીને ગેરકાયદેસર ખનિજ વહન કરતાં વાહનો ઝડપી પાડવામાં આવતા હોય છે. ગોધરા તાલુકામાં ગોઠડા, ટીંબા રોડ તેમજ ટુવા ફાટક પાસે ગેરકાયદેસર કપચી અને રેતીનું વહન કરવામાંં આવતી હોવાની ફરિયાદ આધારે ખાણ ખનિજ વિભાગની ટીમના ચેકીંગ દરમિયાન ગોઠડા ટીંબા રોડ ઉપરથી આવેલ લોડ રેતી ભરેલ ટ્રક તેમજ ટુવા ફાટક પાસેથી ઓવરલોડ કપચી ભરેલ બે ટ્રક મળી અંદાજીત 60 લાખના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ખાણ ખનિજ વિભાગે બે ટ્રક ગોઠડા ગામે સીઝ કરી દંડનિય કાર્યવાહી હાથ ધરી છે.