ગોધરા ગોંન્દ્રા મેઈન રોડ વડોદરા હાઈવે થી વ્હોરવાડ તરફ જતાંં રસ્તા ઉપર વરસાદી પાણી તેમજ ધર વપરાશના પાણીના નિકાલ માટેની લાઈનના ઢાંકણા તુટી ગયેલ છે. આ ઢાંકણા નવા બનાવવા માટે માજી નગર પાલિકા સભ્ય દ્વારા પાલિકા પ્રમુખને લેખિત રજુઆત કરાઈ છે.
ગોધરાના ગોંન્દ્રાના વડોદરા હાઈવે થી વ્હોરવાડને જોડતા રસ્તા ઉપર ધર વપરાશ અને વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન પસાર થાય છે. તે ગટર લાઈનના ઢાંકણા તુટી ગયેલ છે. તુટી ગયેલ ઢાંકણાને લઈ રોડ ઉપર પસાર થતા રાહદારી કે વાહન માલિકોને અકસ્માતનો ભોગ બની શકે છે. ગટર લાઈનના ઢાંકણા નવા બનાવવા માટે નગર પાલિકામાં અનેકવાર લેખિત, મૌખિક અને ટેલીફોનથી રજુઆત કરવા છતાં ગટરના ઢાંકણા નવા નાખવામાં આવેલ ન હોય જેને લઈ પાલિકાના માજી સભ્ય યાકુબ અ. સલામ બકકર (તપેલી) દ્વાર પાલિકા પ્રમુખને લેખિત રજુઆત કરી ઢાંકણ નવા બનાવવા માટે રજુઆત કરાઈ છે. ગટરના ઢાંકણા નહિ બનાવવામાં આવે તો ગોધરા પાલિકાના પેન્શનર દ્વારા પેન્સર માટે નીતિ અપનાવી હતી. તે મુજબ જાહેરમાં રસ્તા ઉપર ઉભા રહી કટોરા લઈને જનભાગીદારી (ભીખ) માંંગીને કામગીરી કરવાની ચિમકી ઉચ્ચારી છે.