ગોધરાના ગોન્દ્રા ઈદગાહ મહોલ્લાના ધર માંથી 134 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો

ગોધરા, ગોધરા ગોન્દ્રા વિસ્તારના ઈદગાહ મહોલ્લામાં રહેતા આરોપીઓ ગૌવંશના માંસનો જથ્થો વેચાણ માટે ધરમાં રાખેલ છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી 134 કિલો ગૌવંશ માસનો જથ્થો મળી કુલ 37,830/-રૂપીયાના મુદ્દામાલ એક વ્યકિતને ઝડપી પાડવામાં આવી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા ગોન્દ્રા વિસ્તારમાં ઈદગાહ મહોલ્લામાં રહેતા આરોપીઓ સલમા ફેશલ ઈશાક હયાત, ફિરદોશ ઈશાક હયાત, મોહનીશ ઈશાક હયાતએ ગેરકાયદેસર રીતે ગૌવંશના માંસનો જથ્થો મંગાવીને પોતાના ધરમાં રાખેલ છે. તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ગૌમાંસનો જથ્થો 134 કિલો કિંમત 26,800/-રૂપીયા, વજનકાંટો, મોબાઈલ ફોન નંગ-2 મળી કુલ 37,830/-રૂપીયાના મુદ્દામાલ સાથે સલમા ફેશલ ઈશાક હયાતને ઝડપી પાડવામાં આવી. આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.