ગોધરા,
ગોધરા તાલુકાના ગોલી ભીમાનેશ ફળીયા તથા ગવાસી ગામે બે ઇસમોએ છેલ્લા છ માસથી મકાન ભાડે રાખી ગાયો અને ભેંસો લે-વેચનો ધંધો કરી વિશ્ર્વાસ કેળવી ફરિયાદીની 3 ભેંસો ખરીદી 41,000/-રૂપીયા તથા ગામના અન્ય વ્યકિતઓની ભેંસો ખરીદી કરી પૈસા પરત નહિ આપી છેતરપિંડી વિશ્ર્વાસધાત કરતાં ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા તાલુકાના ગોલી ભીમાનેશ ફળીયામાં રહેતા ગોપાલભાઈ સામંતભાઈ ચૌહાણને ગવાસી ગામના વ્યકિતઓ છેલ્લા છ માસથી ભેંસો અને ગાયોની લે-વેંચ કરતા આરોપીઓ સંપર્કમાં આવ્યા હતા. આરોપીઓ ભીખુભાઈ ઉર્ફે રવિના ઉર્ફે હિરલ નારાયણભાઈ સોલંકી (રહે. ટુવા, વણઝારા ફળીયા, મૂળ.રહે. કોથલાણા, જુનાગઢ), ચંદ્રેશભાઈ ઉર્ફે ચંદુ માલેદભાઈ બોચીયા (રહે. ટુવા વણઝારા ફળીયા, મૂળ. રહે. વિસોત્રી, દેવભૂમિ-દ્વારકા) એ ગોપાલભાઈની 3 ભેંસો ખરીદી કરી 24,000/-રોકડા આપી 41,000/-રૂપીયા આપવાના નિકળતા હોય તેમજ ગામના 20 જેટલા વ્યકિતઓની ભેંસો અને ગાયો ખરીદી કરી તેના પૈસા પરત નહિ આપી વિશ્ર્વાસધાત છેતરપિંડી કરી ગુન્હો કરતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.