ગોધરા,
ગોધરા એકલીની વાડી મુસ્લીમ બી સોસાયટીમાં રહેતા ઈસમ અન્ય બે ઈસમો સાથે મળી ગૌમાંસનો 340 કિલો જથ્થો રોકડ રૂપીયા તેમજ મટન કાપવાના હથિયાર મળી 91,155/-રૂપીયાના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા. આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એકલીની વાડી મુસ્લીમ બી સોસાયટીમાં રહેતા સફીયા નિશાર હુસેન દુલ્લી એ પોતાના મકાનમાં સુલેમાન અબ્દુલ હકીમ ટીલડી ઉર્ફે લાલો ટીલડી, મકબુલ નિશાર દુલ્લી સાથે મળી ગૌમાંસ 340 કિલો કિંમત 68,000/- રૂપીયા લાવેલ હોય તે સ્થળે બી ડીવીઝન પોલીસે રેઈડ પાડી હતી. રેઈડ દરમિયાન ગૌમાંસનો જથ્થો તેમજ મટન કાપવાના હથિયાર, રોકડ રૂપીયા મળી 91,155/-રૂપીયાના મુદ્દામાલ સાથે સફીયા નિશાર હુસેન દુલ્લી, સુલેમાન અબ્દુલ રહિમ ટીલડી ઉર્ફે લાલો ટીલડીને ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે નિશાર હુસેન દુલ્લી ઉર્ફે નોળીયો, મકબુલ નિશાર દુલ્લી, સરફરાજ અબ્દુલ સત્તાર દાવ, મહેફુઝ યાકુબ હયાતને વોન્ટેડ જાહેર કરી આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે પશુ સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ફરિયાદ નોંધાવા પામી છે.