ગોધરાના ધોળાકુવા ગામે સુવિધા સોસાયટીના સાઈડ ઉપરથી 90 સેન્ટીંગ પ્લેટોની ચોરીની ફરિયાદ

ગોધરા,

ગોધરા ધોળાકુવા ગામે ઈન્ડેન ગેસ ગોડાઉન સાથે આવેલ સુવિધા સોસાયટીની ક્ધસ્ટ્રકશન સાઈડ ઉપર સેન્ટીંગની નાની મોટી પ્લેટો નંગ-90 કિંમત 44,400/-ની ચોરી થતાં ફરિયાદ નોંધાવ પામી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના ધોળાકુવા ગામે ઈન્ડેન ગેસ ગોડાઉન સાથે આવેલ સુવિધા સોસાયટીમાં દિલીપસિંહ બળવંતસિંહ બારીયાની બાંધકામ સાઈડ ચાલતી હોય આ સાઈડ ઉપરથી સફેદ કલરની કારમાં કોઈ અજાણ્યા ચોર ઈસમ દ્વારા સેન્ટીંગની મોટી પ્લેટો નંગ-51 અને નાની પ્લેટો નંગ-9 અને મધ્યમ સાઈઝની 30 પ્લેટો મળી કુલ 90 પ્લેટો કિંમત 44,400/-રૂપીયાની ચોરી કરી જતાં આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.