
ગોધરાના ધોળાકુવા ગામે ખુલ્લામાં જુગાર રમતા સ્થળે પોલીસે રેઈડ કરી 3 જુગારીયાએ રોકડ, મોટર સાયકલ મળી કુલ 65,340/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના ધોળાકુવા ગામે પરમાર ફળીયામાં કેટલાક લોકો આર્થિક લાભ માટે પાના-પત્તાનો જુગાર રમાડી રહ્યા છે. તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન પર્વતભાઇ તુકાભાઇ ગણાવા, વિમલભાઇ ભાનુભાઇ બારીયા, એહમદ હુસેન સકલાને ઝડપી પાડવામાંં આવ્યા હતા. પકડાયેલ જુગારીયાઓની અંગઝડતી અને દાવ ઉ5ર મુકેલ રોકડા 40,340/-રૂા., મોટર સાયકલ-1 મળી કુલ 65,370/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લેવામાંં આવ્યો. આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.