ગોધરા,
ગોધરા તાલુકાના ધાણિત્રા ગામે ચુંટણીની અદાવતે ગામના એક વ્યકિતને ગામના જ કેટલાક ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
ધાણિત્રા ગામે સમય ફળિયામાં રહેતા વિજય કુમાર પરમારે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યુ હતુ કે, તા.05/12 ચુંટણીના દિવસે તેઓ પોતે શહેરા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડના એજન્ટ તરીકે રહ્યા હતા. જેની અમારા ગામના ત્રણ જેટલા વ્યકિતઓએ અદાવત રાખી મારી પાસે આવી મને જણાવતા હતા કેમ તુ જેઠાભાઈ ભરવાડનો એજન્ટ બન્યો છે તેમ કહી બિભત્સ ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સમયે અન્ય ચાર વ્યકિતઓ પણ તેઓ પાસે આવી જઈ તમામ વ્યકિતઓ ભેગા મળી અમને સાલો આપણા ગામનો થઈ જેઠા ભરવાડનો એજન્ટ બન્યો છે એટલે તને જીવતો નથી છોડવાનો આજે તો તુ બચીને કેવી રીતે જાય છે, તને તો તારા ધર સાથે જીવતો સળગાવી દઈશુ તેવી ધમકીઓ આપી હતી. આ અંગે ગોધરા તાલુકા પોલીસ દ્વારા તમામ આરોપીઓ જેમાં અમરસિંહ ચોૈહાણ, જીતેન્દ્ર ચોૈહાણ, રાજેન્દ્ર પરમાર, પૃથ્વી ચોૈહાણ, નરેન્દ્ર ચોૈહાણ, જયપાલ ચોૈહાણ અને પીનલ ચોૈહાણ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.