
ગોધરા, ગોધરા ખાણ-ખનિજ વિભાગ દ્વારા દહીકોટ, મીરપ ગામ પાસે પાનમ નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન કરતાં 7 ડમ્પર અને હીટાચી મશની મળી બે કરોડનો મુદ્દામાલ ઝડપ્યો.
ગોધરા તાલુકાના દહીકોટ અને મીરપ ગામ પાસેથી પસાર થતી પાનમ નદી માંથી ખનિજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસ રીતે ખનન કરવામાં આવતુંં હોય તે સ્થળે પંચમહાલ જીલ્લા ખાણ-ખનિજ વિભાગે છાપો માર્યો હતો અને ગેરકાયદેસર રેતી ખનન કરતા 7 ડમ્પરો અને 1 હિટાચી મશીન મળી કુલ બે કરોડ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો.