પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભૂરાવાવના ડબગરવાસ વિસ્તારમાં આવેલી એક ખુલ્લી જગ્યામાં અધૂરા માસે જન્મેલા નવજાત બે બાળકો ફેંકી ગયાની ઘટનાને કારણે ચકચાર મચી જવા પામી છે. સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અધૂરા માસે જન્મેલાં બંને બાળકો પર કબજો મેળવી વધુ તપાસ કરે છે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડબગરવાસ ખાતે એક કોમન પ્લોટમાં કોઈ નિર્દયી માતા અધૂરા માસે જન્મેલાં બે નવજાત શિશુને ફેંકી જવાની ઘટના બની છે. કોમન પ્લોટમાં નવજાત શિશુને ફેંકી જતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ગોધરા સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળ ઉપર આવી નવજાત શિશુને કબજે કરી વધુ તપાસ હાથ ધરેલ છે. નવજાત શિશુ કોણ ફેંકી ગયું તે દિશામાં પોલીસે તપાસની ધમધમાટ શરૂ કર્યો છે.
ગોધરાના ડબગરવાસ ખાતે વહેલી પરોઢે 3:30થી 04:00 વાગ્યાની આસપાસ કોઈ નિર્દય હૃદયની માતા બે જોડિયા બાળકોને એક કોમન પ્લોટમાં ફેંકીને ચાલી ગઇ હતી. ત્યારે આ તમામ ઘટનાને લઈને દિવ્ય ભાસ્કરની ટીમે ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલા ડબગરવાસ ખાતે એક લેબોરેટરી આગળ લગાવેલા CCTV કેમેરાને ચેક કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વહેલી પરોઢે જોડિયાં બાળકો નાખી ગયાં હતાં ત્યાં ઘનઘોર અંધારાના કારણે ખબર પડતી ન હતી કે બાળકોને કોણ ફેંકી ગયું છે. જ્યારે જેમ જેમ સવાર થતી ગઈ તેમ તેમ રસ્તા ઉપર અવરજવર શરૂ થઈ હતી અને ત્યાંના સ્થાનિક લોકોની નજર પડતા કે રોડની આગળ કોમન પ્લોટમાં બે બાળકોને કોઈ ફેંકી ગયું છે. ત્યારે ત્યાંના સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને જોડિયાં બાળકોને લઈને સલામત સ્થળે મૂક્યાં હતાં. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી. હાલ તો સ્થાનિક પોલીસે બંને જોડિયાં બાળકોનો કબજો મેળવી સિવિલ હોસ્પિટલ ખાતે બાળકોને લઈ જવામાં આવ્યાં છે.
બીજી બાજુ ગોધરા શહેરના ભુરાવાવ વિસ્તારમાં આવેલ ડબગરવાસ ખાતે બે અધૂરા માસે જન્મેલા નવજાત શિશુને ફેંકી જતા લોકટોળા ઊમટી પડ્યાં હતાં .પંચમહાલ જિલ્લામાં આ પહેલાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે. અધૂરા માસે જન્મેલા બે નવજાત શિશુને આ રીતે ફેંકી જતા સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.