ગોધરાના ચિખોદ્રાની નોંધ નં.2 ઓનલાઈન ઉઠાવી લેનાર તલાટી સર્કલઓ તથા મામલતદાર સામે ફોજદારી રાહે પગલાંં ભરવાની માંગ

ગોધરા,ચિખોદ્રાના રે.સ.નં.117-141 તથા હમીરપુરના રે.સ.નંં.32 વાળીની સરકાર હિત ધરાવતી મિલ્કતો કરોડો રૂપીયાની આવેલી છે. જે બાબતે દૈનિક સમાચાર દ્વારા તા.25/05/2022 વિગતોવાર સમાચાર આપેલ છે. જે બાબતે ભુમાફિયાઓ દ્વારા સરકારને નુકશાન પહોંચાડવાની કોશીષો જોર શોરથી તથા અનેક પ્રકારના દબાણો લાવી મુળ રામજી મંદિરની જમીનો મુળ પરત થાય તેમજ હમીરપુરની સરકારની જમીનોનો લાભ હોવા છતાં ખોટા રિર્પોટો કરી કરાવી મહેબુબ એહમદ સીંધી પોતાના નામે પંચમહાલ જીલ્લાના મહેસુલી કર્મચારીઓ, અધિકારીઓ સમક્ષ દબાણો લાવી કરોડોનું નુકશાન કરવાની ભરખમ કોપીઓ કરી રહ્યા છીએ. આ બાબતવાળી જમીનો ગરીબ ખેડુતોને આપવાના બદલે કરોડો તથા ટોર્ચ મર્યાદા અંગેની જમીનોવાળા ઈસમ તેવા મહેબુબ અહેમદ સીંધી તાત્કાલીક જે તે સમયના મામલતદાર દ્વારા પધરાવી દેવામાં આવેલ છે. જે ભાડા વર્ષ પટ્ટાનીના જેવી રકમ જે 420/-રૂા.માં આ જમીનો ધાર્મિક દાનવાળી તથા સરકારી મોટા પ્રમાણમાં લાંચરૂશ્ર્વતો લઈ અઢળક જમીનો ધરાવતા ઈસમને આપી દીધેલ છે. આ જમીનોનો ભાડા પટ્ટો પુરો હોવા છતાં મહેસુલી તલાટીઓ તરફથી પોતાની સત્તાનો વહીવટનો દુરઉપયોગ કરી કરાવી મોટી લાંચો લઈ પંચમહાલ જીલ્લા મહેસુલી અધિકારીઓનું ધ્યાન નહીં દોરી સરકારના નોકરો હોવા છતાં તથા સરકારના ઈજાફા ભથ્થા પગાર લેવા છતાં સરકાર સાથે વિશ્ર્વાસધાત કરી કરાવેલ છે. તેમજ ઓનલાઈન નોંધ નં.2 મુકેલ હોવા છતાં ઉઠાવી લીધેલ છે. જે બાબતે ઓનલાઈન કરનાર કોન્ટેક લેનાર તથા જે તે સમયના તલાટીઓ તથા વહીવટી કર્મચારીઓ, મામલતદારો દ્વારા નોંધ નં.2 અપલોડ ઓનલાઈ કરી કરવામાં આવેલ છે. પરંતુ નોંંધ નં.2જમીન મહેસુલ કાયદા મુજબ કોઈ પાકા ફેરફાર કરી કરવામાં આવે તો નોંધ નં.2નો કોઈ જગ્યાએ ઉલ્લેખ કરી કરાવામાં આવેલ નથી. આ નોંધ નં.2 કયા તલાટી તથા કયા સર્કલ ઓફિસરના અભિપ્રાયના આધારે કે અધિકારીના હુકમ મુજબ કરેલ છે. તેવોનું નિવૃત થયેલા કર્મચારીઓ, અધિકારીઓ વિરૂદ્ધ પેન્શન બંધ કરવા તથા ચાલુ કર્મચારીઓ, અધિકારીઓ વિરૂદ્ધ ખાતાકીય પગલાં લે તેવી હિન્દુ સંંગઠનની નોંધ નં.2ની માંગો પોતાના ધાર્મિક મિલ્કતોની માંગો છે. જે તલાટી, સર્કલો મામલતદારો સામે ફોજદારી રાહે અંગેની તથા ભ્રષ્ટાચારી કર્મચારી, અધિકારીઓ સામે ફોજદારી તથા લેન્ડ ગ્રેબીંગ સરકારી મિલ્કતો થાય તેવી હમારી ધાર્મીક જમીનોની માંંગો પુરી થાય સરકાર સરકાર પરિપત્ર ગુ.સરકાર ક્રમાંક: દબાણ 102010/1016/12 તા.16/7/2022 બાબતે ગોધરા ગ્રામ્ય વિભાગના શીલાબેન નાયક મામલતદાર તાત્કાલીક જરૂરી કાર્યવાહી કરે તેવી રામજી મંદિરની જમીનો પરત થાય તેવી હિન્દુ સંગઠનની માંંગો ઉઠવા પામેલ છે.