- સ્ટેમ્પ ડયુટી ચોરીમાં સ્ટેમ્પ ડયુટી કલેકટર દ્વારા 10 કરોડના દશ ગણા રૂા.1.05 અજબ વસુલવા જમીન માલિકને નોટીસ.
ગોધરા, ગોધરા તાલુકાના ચિખોદ્રાના સર્વે નં.350, 351, 352માં 325 મકાનોની સ્કીમમાં બાંંધકામ થયેલ હોવા છતાં બિલ્ડર દ્વારા ખુલ્લી જગ્યાના દસ્તાવેજ કરી 10 કરોડની સ્ટેમ્પ ડયુટીની ચોરી કરી હોવાની સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન કલેકટર સ્ટેમ્પ ડયુટીના રૂપીયા દંડ સહિત જીલ્લા નોટીસ આપવામાં આવી છે.
ગોધરા ચિખોદ્રામાં આવેલ સર્વે નં.350,351,352વાળી જમીન મોહમંદ ફિરદોસ કોઠીની છે. આ જમીનમાં તેમના દ્વારા 325 રહેણાંક મકાનોની સ્કીમ મૂકી મકાનોનુંં બાંધકામ કરી મકાનો વેચાણ કરવામાં આવ્યા હતા અને જમીન માલિક દ્વારા મકાનના દસ્તાવેજોમાં ફકત જમીનની કિંમતનો દસ્તાવેજ કરી સ્ટેમ્પ ડયુટીની ચોરી કરાઈ હોવાની અરજદાર કાસમ હુસેન હઠીલા દ્વારા રજુઆત કરવામાં આવી હતી. સ્ટેમ્પ ડયુટી કલેકટર દ્વારા તપાસ કરવામાંં આવતાં નગર નિયોજન પંચ્મહાલના નકશા મુજબ જમીનમાં 441 પ્લોટ આવેલ હોય આ પ્લોટની તપાસમાં મોટાભાગના પ્લોટમાં બાંધકામ થયેલ હોવાનું જણાઈ આવેલ હોય આ સર્વે નંબરોવાળી મિલ્કતના તમામ પ્લોટમાં બાંધકામ કરવામાં આવેલ હોય તે બાંધકામની તેમજ ખુલ્લા પ્લોટની બજાર કિંમત 2,19,99,93,857/-રૂપીયા નકકી કરી તેના ઉપર ભરવા પાત્ર સ્ટેમ્પ ડેપ્યુટીની રકમ રૂા.10,77,99,699/-ની થતી હોય જેની સામે જમીન માલિક કોઠી મોહંમદ ફીરદોસ અબ્દુલ રહિમએ દસ્તાવેજ નં.4321/2022માં રૂા.21,07,000/-ની સ્ટેમ્5 ડયુટી વાપરેલ હોય વાપરેલ સ્ટેમ્પ ડયુટી બાદ કરતાં ખુટતી સ્ટેમ્પ ડયુટી રકમ રૂા.10,56,92,699/- જેમાં ગુજરાત સ્ટેમ્પ ડયુટીની કમલના કાયદા મુજબ ખુટતી સ્ટેમ્પ ડયુટીના દશ ગણા એટલે 1,05,69,26,990/- (એક અજબ પાંચ કરોડ ઓગણસિતેર લાખ છબ્બીસ હજાર નવ સો નેવું) વસુલ કેમ નહિ કરવા તે અંગેના ખુલાસા સાથે હાજર રહેવા માટેના સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર દ્વારા નોટીસ આપવામાં આવી છે.