ગોધરાના છારીયા ખાતે બ્રહ્માકુમારી તથા વ્યાપાર ઉદ્યોગક્ષેત્રના લોકોનું સ્હેન મિલન યોજયું

ગોધરા,

બ્રહમાકુમારી તથા વ્યાપાર અને ઉદ્યોગ પ્રભાગ દ્વારા રાજઋષિ રિટ્રીટ સેન્ટર, છારીયા ખાતે વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવોના સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સદર કાર્યક્રમમાં માઉન્ટ આબુથી વિશેષ ઉપસ્થિત રહેલા રાજયોગીની બી.કે. ગીતાબેન દ્વારા, મોટી સંખ્યામાં હાજર રહેલ વ્યાપાર અને ઉદ્યોગ ક્ષેત્રના મહાનુભાવોને વ્યાપારમાં સફળતા માટે વિશેષ પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના બ્રહમાકુમારીઝ સંસ્થાના મુખ્ય સંચાલિકા રાજયોગીની બી.કે. સુરેખાબેન, ભ્રાતા રાજુભાઈ, પ્રમુખ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ગોધરા, બી.કે. રાજસિંહભાઇ, બી.કે. શૈલેષભાઇ તેમજ બી.કે. મીતાબેન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.