ગોધરા છબનપુર ઇજનેરી કોલેજ પાસે ચ્હા કીટલી ધરાવતા વ્યકિતના પુત્રએ યુ ટયુબ ચેનલના માઘ્યમથી વિદ્યાર્થીઓએ મદદ કરી

ગોધરા, ગોધરા પાસેના છબનપુર ગામે રહેતા અને સરકારી ઈજનેરી કોલેજ, ગોધરા પાસે ચા ની કીટલી ધરાવતા ધનાભાઇ ગઢવીના સુપુત્ર હિતેશભાઈ ગઢવીને એમની YouTube ચેનલ ” EduGadhvi” ના 1 લાખ કરતા વધારે સબ્સ્ક્રાઇબર થવાથી YouTube દ્વારા સિલ્વર પિન ભેટ આપવામાં આવી હતી. હિતેષભાઇ ગઢવી પોતે BSc Physics ગોલ્ડમેડાલિસ્ટ છે, ઉપરાંત MSc Physics થયેલ છે. હાલ તેમની ચેનલના માધ્યમ થી ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને જરૂરિયાત મુજબ Physicsનું જ્ઞાન આપી રહ્યા છે. તેમની આ સિદ્ધિ બદલ તેમને સમસ્ત ગ્રામજનો, ગઢવી સમાજ, સરકારી ઈજનેરી કોલેજ પરિવાર, હિતેષભાઇના શિક્ષકો, પ્રાધ્યાપકોએ અભિનંદન પાઠવ્યા હતો.