ગોધરામાં ચેક રિટર્ન કેસમાં દંપતિને જેલની સજા

ગોધરા, ગોધરા કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં પતિ અને પત્નિને એક વર્ષની જેલની સજા અને રૂ. બે લાખ ફરિયાદીને વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

ગોધરા શહેરના પરાગ ગોવિંદલાલ શાહ પાસેથી આરોપીઓ મહેન્દ્રભાઈ પંડ્યા અને તેમની પત્નિએ બે લાખ ઉછીણા લીધા હતા. તે રકમની ઉઘરાણી કરતા આરોપીઓએ ચેકો લખી આપ્યા હતા. પરંતુ તે બંને ચેકો ફરિયાદીએ ક્લિયરીંગમાં મોકલતા બેલેન્સ ન હોવાના કારણે ચેક રિટર્ન ફર્યો હતો. તેથી નોટિસ આપવા છતાં આરોપીઓએ ફરિયાદીને ચેકની રકમ ચુકવી ન હતા. તેથી ફરિયાદીએ ગોધરા કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસ ચાલી જતા કોર્ટમાં રજુ થયેલ પુરાવાઓને ઘ્યાનમાં લઈને ગોધરાના ત્રીજા ચીફ જયુડિ.મેજી.જજ ધિરજકુમાર બી.રાજને બંને આરોપીઓને કસુરવાર ઠેરવીને એક-એક વર્ષની કેદની સજા અને ફરિયાદીને રૂપિયા બે લાખ વળતર ચુકવવાનો અને જો વળતર રકમ ન ભરે તો વધુ ત્રણ મહિનાની સજાનો હુકમ ફટકાર્યો હતો.