ગોધરા ગોધરા તાલુકાના ચંચોપા ગામે 58 વર્ષિય વ્યકિત પોતાના ધરેથી નીકળીને કયાંક ગુમ થઈ જતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના ચંચોપા ગામે રહેતા પ્રભાતસિંહ છગનભાઈ પટેલ(ઉ.વ.58)જે 5મેના રોજ પોતાના ધરેથી કોઈ કહ્યા વગર કયાંક ચાલ્યા જઈ ગુમ થયાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવવા પામી છે.