ગોધરાના ચંચેલાવ ગામે નાકાબંધી કરી કારમાં લઈ જવાતો 1.49 લાખનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

ગોધરા, ગોધરા તાલુકાના ચંચેલાવ ઉદય હોટલ પાસે રોડ ઉપર પોલીસે નાકાબંધી કરી વાહન ચેકીંગમાં હતા. દરમિયાન વિટારા બે્રઝા ગાડીમાં ઈંગ્લીશ દારૂ ભરીને આવતો ચાલક નાકાબંધી જોઈ ગાડી મૂકી નાશી જતાં પોલીસ તપાસમાં ઈંગ્લીશ દારૂ અને બીયર મળી 1,49,475/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપાયો.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકા પોલીસ દ્વારા ચંચેલાવ ઉદય હોટલની સામે વાહન ચેકીંગ માટે નાકાબંધી કરેલ હતી. દરમિયાન વિટાટા બે્રઝા કાર નં.જીજે.06.એલઈ.5605નો ચાલક પોલીસની નાકાબંધી જોઈ વાહન છોડી નાશી છુટીયો હતો. પોલીસે ગાડીના ચેકીંગ દરમીયાન ઈંગ્લીશ દારૂ અને બીયર મળી કુલ 891 નંગ કિંમત 1,49,475/-રૂપીયાનો દારૂને કાર મળી કુલ 4,49,475/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડી આ બાબતે પ્રોહિબીશનની ફરિયાદ નોંધી.