ગોધરા તાલુકાના બોડીદ્રા બુર્ઝગ ગામે 2020માં આરોપીઓએ હત્યા કરેલ હોય આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકના ગુનામાં ચાર આરોપીઓ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાવા પામ્યો હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતાં આરોપી આજીવન કેદ અને 50 હજારના દંંડની રકમ ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો.
ગોધરા તાલુકાના બોડીદ્રા બુર્ઝગ ગામે તા.10 મે 2020ના રોજ આરોપીઓ ભારતભાઇ લક્ષ્મપભાઇ પરમાર, ગુલાબભાઇ લક્ષ્મણભાઈ પરમાર, અશોકભાઈ ઉર્ફે ડાહયાભાઇ ભારતભાઈ પરમાર, મનોજ ઉર્ફે લાલો ગુલાબભાઇ પરમારે ગેરકાયદેસર મંડળી રચી હતી. હથિયારો સાથે જશવંતભાઇ સાથે જમીનની સેઢા પાળી બાબતે ઝગડો તકરાર કતા મરણજનાર બાબુભાઇ ભલાભાઇ પરમારએ ઝગડો નહિ કરવાનું કહેતા આરોપી અશોક પરમારે હાથમાં રાખેલ કુહાડી બાબુભાઇ પરમારને ગળાના ભાગે મારી દેતાં મોત નિપજાવા પામ્યું હતું. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ઈ.પી.કો.143,147,148,149,302,504 અને 135 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. તેની તપાસ કરી ચાર્જશીટ કરેલ જીલ્લા ચોથા એડીશીનલ ડીસ્ટ્રીકટ સેશન્સ જજ કોર્ટમાં કેશ ચાલી જતાં પુરાવા અને સરકારી વકિલ રાકેશ એસ.ઠાકોરની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી અશોકભાઈ ઉર્ફે ડાહયા ભારતભાઇ પરમારને આજીવન કેદની સજા અને 50,000/-દંડ ફરિયાદીને વળતરરૂપે ચુકવી આપવા હુકમ કરવામાં આવ્યો.