ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામે રહેતા 51 વર્ષિય વ્યકિત પોતાના ધરે વાડીમાં જાંબાના ઝાડ ઉપર ડાળ કાપવા ચઢેલ હોય અને ઝાડ ઉપરથી નીચે પડી જતાં સાથળના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે દાખલ કરેલ હોય અને સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના બોડીદ્રા બુઝર્ગ ગામે રહેતા મનહરસિંહ આરતસિંહ બારીયા(ઉ.વ.51)પોતાના ધરે વાડીમાં જાંબુના ઝાડ ઉપર ડાળ કાપવા ચઢેલ હતા દરમિયાન અચાનક ઝાડ ઉપરથી નીચે પડતા તેઓને સાથળના ભાગે ઈજાઓ થતાં સારવાર માટે દવાખાનામાં દાખલ કરેલ હોય સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે અકસ્માત મોત અન્વયે ફરિયાદ નોંધાવવા પામી છે.