ગોધરાના ભુમાફિયાઓ પાસેથી મોટી રકમ લઇ મહેસુલી કર્મચારીઓની ગેરરીતિઓ અંંગે ખાતાકીય તપાસની માંગ.

ગોધરા,ગોધરા કસ્બાના રે.સ.નં.151 બાબતેની જમીનની નોંધ નંબર 69145 એસ ફોર્મ નંબર 48224876 જવાબદાર કર્મચારી તાત્કાલીક ડામોર ભરતકુમાર ભેમાભાઈ સ્ટેચર નોંધણી ચકાસણી કરનાર તેમજ તલાટી ધર્મેશકુમાર મહેન્દ્રભાઈ પટેલ તેઓ મહેસુલી તલાટી ગોધરા કસ્બાના એસ. ફોર્મમાં દર્શાવામાં આવેલ છે અને નોંધ મંજુર કરનાર એસ.એચ.સંગાડા તાત્કાલીન દ્વારા નોંધ નં.69145 પ્રમાણિત તા.13/05/2021ના રોજ કરવામાં આવેલ છે. તે નોંધ મંજુર કરાવનાર ધુળસિંહ દર્જનસિંહ સીસોદીયા વિગેરે ભુમાફિયા બિલ્ડરોના નામો છે. નોંધ નંબર 1275 ના એસ. ફોર્મ નંબર 58854146નું છબનપુરનું છે. જે પણ કાચી નોંધ ચકાસણી કરનાર પણ ડામોર ભરતકુમાર ભેમાભાઈ અને ધર્મેશકુમાર મહેન્દ્રભાઈ પટેલ એસ. ફોર્મ દર્શાવામાં આવેલ છે અને કલાર્ક તરીકે શિલ્પા રાજેન્દ્રસિંહ સેલોટ અને સર્કલ ઓફિસર ડી.ડી.ચૌધરી તાત્કાલીક દ્વારા તા.13/05/2021ના રોજ પ્રમાણિત કરેલ વિગતો જણાય આવે છે. જે બાબતે મહેસુલી વિભાગ તલાટીઓ દ્વારા અલગ અલગ વહીવટ સોંંપવામાં આવેલ છે.

પરંતુ ગોધરા કસ્બા અને ગ્રામ્ય છબનપુરની નોંધના એસ.ફોર્મ બન્ને જોતા સરકારના આદેશો હોવા છતાં ઓનલાઈન કરી કરવામાં આવેલ નથી અને ભુમાફિયા બિલ્ડરો સાથે ભરતકુમાર ભેમાભાઈ ડામોર જવાબદાર કર્મચારી દ્વારા ખૂબ મોટી રકમ લઈ સરકારના નિયમો આદેશોનું ઉલ્લંધન કરી કરાવેલ છે. જે બન્નેની નોંધની તપાસ થાય તો કરેલ એસ. ફોર્મમાં જણાવેલ કર્મચારીઓ કયા કયા પ્રકારના વહીવટી નિયમો વિરૂદ્ધ ગેરરીતિઓ કરી કરવામાં આવેલની હકીકતો નજરે દેખાય તેમ છે. નોંધ નંબર 1275 તેમજ નોંધ નં.69145 ની નોંધો એક જ દિવસ એકજ તારીખ મંજુર ખોટી રીતે મંજુર ભુમાફિયા દ્વારા મોટી મોટી રકમ લઈ સરકાર સાથે વિશ્ર્વાસધાત વહિવટી નાટે કરી કરાવવામાં આવેલ છે. ગોધરાના એસ. ફોર્મ જોતા નોંધ નં.29145 અનુક્રમ વોલ્યુમ અને પ્રત્ર નંબર 1553 તારીખ 16/02/2021 દસ્તાવેજ કરનાર સબ રજીસ્ટ્રર તાત્કાલીક ગોધરા એ.એમ.ચૌહાણની સહી છે. અને તેમાં અરજી નં.11707037127315 તા.17/02/2021-7-19/48 જોતા પી.એમ.ધુળસિંહ દર્શનસિંહ સીસોદીયા સ્ટ્રકચર નોંધ ચકાસણી કરનાર ડામોર ભરતકુમાર ભેમાભાઈ મોટી લાંચરૂશ્વત લઈ ગુજરાત સરકાર મહેસુલ તપાસણી દ્વારા આપવામાં આવેલ આદેશોનું દેખતી રીતે એસ. ફોર્મ કોલમમાં દસ્તાવેજોની નોંધણી દસ્તાવેજ નંકર 10 છે અને તારીખ પણ 10 છે. ડયુટીની રકમ 10 દર્શાવેલ છે.

જે તમામ પુરાવા સાથે (1) જીલ્લા કલેકટર પંચમહાલ, ગોધરા, (2) પ્રાંત અધિકારી, ગોધરા, (3) મામલતદાર ગોધરા દ્વારા વ્ગિતો બિડાણ સહિતની રજુઆતો કરેલ છે. આમ, ગોધરા સબ રજીસ્ટ્રેટર અમીતકુમાર ચંદુભાઈ દસ્તાવેજ કરનારની વિગતો જોતા 8400/44/44 તા.10/11/2022 બાબતે કોઈ રેકર્ડ અંગેની વિગતો વહિવટી નાટે નથી. આમ, અરજદાર દ્વારા (1) મુખ્યમંત્રી (2) રાજ્યપાલ (3) ગુજરાત તકેદારી આયોગ (4) મહેસુલ તપાસણી કમિશ્ર્નર (5) નાયબ કલેકટર પ્રાંત ગોધરા (6) ગાંધીનગર સુધી બિડાણ અંગેની રજુઆતો કરેલ છે. હાલ ભરતકુમાર ભેમાભાઈ ડામોર જીલ્લા કલેકટર ગોધરા જમીન ટેબલે ફરજ બજાવે છે અને સર્કલ ઓફિસર એસ.એચ.સંગાડા મોરવા માં ફરજ ઉપર ચાલુ છે. તલાટી હાલ કયાં ફરજ બજાવે છે. તે ખબર નથી અને શિલ્પા સેલોટ કલેકટરમાં ફરજ બજાવે છે. આમ, આ તમામ પ્રકારના ગેરરીતિઓ કરી કરાવનાર ભરતકુમાર ભેમાભાઇ ડામોરનો હાથ છે અને તેઓ સામે તાત્કાલીક ખાતાકીય તપાસ તથા તેઓની ઈ-ધરામાં પાડેલ નોંંધો ચકાસણી કરવામાં આવે તો તમામ વહીવટી ગેરરીતિઓ ફરજ દરમિયાણની મળી આવે તેમ છે. આ કર્મચારી ડામોર ભરતકુમાર ભેમાભાઈ જમીન ટેબલે હાલ ચાલું છે. અને કલાર્ક તરીકે જે તે સમય હાલના ભ્રષ્ટાચારમાં ગુજરાત સરકારે પકડાયેલા એસ.કે.લાંગાના વખતે તેઓ એ (કલાર્ક- કારકુન) તરીકે મિતેશ પારેખ ચી.ટુ.કલેકટર ગોધરા ઈન્ચાર્જ સાથે ફરજ બજાવેલ છે. તેઓના ઈ-ધરા ફરજ દરમિયાન તથા કારકુન તરીકેની ફાઈલો તપાસવામાં આવે તો ભુમાફિયાઓ દ્વારા પ્રિમીયમની ચોરીઓ પણ બહાર આવે તેમ છે. જેથી તેઓની તાત્કાલીક ફરજ બદલી તથા ગેરરીતિઓ બદલની ખાતાકીય તપાસ થાય તેવી અમો કુલમુખ્તયાર તરીકે ફારૂક ઈબ્રાહિમ જર્દાની રજુઆતો છે.