
ગોધરા, ગોધરા શહેરના ભિલોડીયા પ્લોટ ખાતે મકાનમાં ચાલતા ગેરકાયદેસર ગેસ રીફલીંગ સ્થળે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન 26 ગેસ સિલિન્ડર તેમજ ગેસ રીફલીંગના સામાન મળી 1 લાખનો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા શહેરના ભિલોડીયા પ્લોટ ખાતે રહેતા જાવેદ મહોમદ સમોલ નામના ઈસમ પોતાના ધરમાં ગેરકાયદેસર ગેસ રીફલીંગની કામગીરી કતા હોય અને પોતાની તેમજ અન્ય લોકોની જીંદગી જોખમમાં મૂકે તેવું કૃત્ય કરતો હોય તેવી બાતમીના આધારે બી ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી અને ધર માંથી ખાલી અન ેભરેલી નાની મોટી એલ.પી.જી. ગેસની બોટલો નંગ-26 કિંમત 59,400/-રૂપીયા વજન કાંટા, ઈલેકટ્રીક મોટર વાલ્વવાળી પાઈપ રોકડા 26,130/-રૂપીયા મળી 1,06,630/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં ની.