ગોધરા, ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં આવેલા મહાવીર નગર સોસાયટીમાં પસાર થતી નગરપાલિકા સંચાલિત પાણીની પાઇપલાઇનમાં ભગાણ સર્જાતા હજારો લિટર પાણી વહી રહ્યું હતું. પાણીની પાઇપલાઇનમાં ભગાણ સર્જાતા પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા. એટલું જ નહીં સતત પાણી વહી રહ્યું હોવાના કારણે આસપાસની સોસાયટીમાં પાણી ફરી વળ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાઇપ લાઇનનું સમારકામ કરાવવામાં આવે તેવી સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે. તાજેતરમાં ગોધરા શહેરમાં મોટાભાગના વિસ્તારમાં પીવાના પાણી માટે ગોધરાની જનતા ત્રાહિમામ પોકારી ઊઠી હતી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું ન હતું. ત્યારે આજે વહેલી સવારે ગોધરા શહેરના બામરોલી સ્થિત મહાવીર નગર સોસાયટી વિસ્તારમાં પીવાના પાણીની લાઈનમાં સર્જાતા હજારો લિટર પાણીનો વેડફાટ થયો હતો. ઊંચે ઊંચે સુધી પાણીના ફુવારા ઉડ્યા હતા.
ત્યારે ગોધરા શહેરના મહાવીર નગરમાં પીવાના પાણીની લાઈનમાં ભગાણ કોને કર્યું છે. તેની તપાસ હાથ ધરવામાં આવે તે જરૂરી છે. કારણ કે આજે પીવાના પાણીના એક બુંદ માટે લોકો વલોપાત કરી રહ્યા છે. ત્યારે આવી રીતે પાણીની લાઈનમાં ભંગાણ કરીને હજારો લિટર પાણીનો બગાડ થતા સ્થાનિક લોકોમાં નારાજગી પણ જોવા મળી હતી. ત્યારે તાત્કાલિક નગરપાલિકાની પાણી વિભાગની ટીમ આપાણીની પાઇપલાઇનમાં પડેલા ભંગાણને વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તે માટે સ્થાનિક લોકો માગ કરી રહ્યા છે.