- અગાઉ મંજુર થયેલ નોંધની તપાસ થશે ખરી ?
- શહેરાવાલા પરિવારની જમીનની નોંધ કોણે ખરાઈ કરી હશે.
ગોધરા, ગોધરા શહેરને અડીને હાઈવે રોડ ટચ મોકાની જમીન 2022માં પરિવારના સભ્ય દ્વારા પરિવારને વેચાણ કરવામાં આવી હતી. જ્યારે પરિવારમાં વેચાણ થયેલ જમીનની ફેરફાર નોંધ માટે મામલતદાર કચેરીમાં કાગળો મુકતા આ જમીનમાં ગામ રેકર્ડમાં દાખલ થયેલ મૂળ ખેડુત ખાતેદાર હોવાનો પુરાવા રજુ નહિ કરતાં નોંધ નામંજુર કરાઈ છે.
ગોધરા શહેરની અડીને હાઈવે રોડને અડીને આદિવાસીઓના 73 એએના નિયંત્રણવાળી જમીન આવેલ હોય તે પૈકીની જમીન ધરાવતા કબ્જેદાર કુબરા અલીઅસગર બાલુવાલાના નામથી ચાલતી હોય જુન 2022માં રજીસ્ટ્રર વેચાણ દસ્તાવેજથી માર્કેટ વેલ્યુ અને અવેજની રકમની વેચાણ પરિવારના દિયાઝ યુસુફી બાલુવાલાને આપેલ હોય આ જમીન વેચાણ લેનારનુંં નામ દાખલ નોંધ માટે મામલતદાર કચેરીમાં કાગળો મુકવામાં આવ્યા હોય જેમાં અગાઉ ગામ રેકર્ડ ઉપર દાખલ થયેલ યુસુફ અબુલી શહેરાવાલાનો મુળ ખેડુત ખાતેદાર હોવાનો ઉલ્લેખ કે પુરાવા રજુ થયેલ ન હોવાથી વેચાણ નોંધ નામંજુર કરાઈ હતી. તે જોતાં અગાઉ યુસુફ અબુલી શહેરાવાલા પાસેથી કુબરા અલી અસગર બાલુવાલા એ જમીન વેચાણ દસ્તાવેજથી લીધેલ હતી. તે જમીનમાં જે તે સમયે મામલતદાર કચેરી ગોધરા દ્વારા વેચાણ નોંધ કેવી રીતે મહેસુલ વિભાગ દ્વારા મંજુર કરાઈ હશે તે પ્રશ્ર્ન પણ ઉપસ્થિત થઈ રહ્યો છે. આમ, સામાન્ય લાગતી નોંંધ નામંજુરની પ્રક્રિયાની ઉંડાણ પૂર્વક તપાસ થાય તો હાલ વેચાણ નોંધ માટે મૂળ ખેડુત ખાતેદારના પુરાવાના પ્રશ્ર્ન અગાઉ મામલતદાર દ્વારા કેમ ઉઠાવ્યા વગર નોંધ મંજુર કરાઈ હશે તેની પણ તપાસ થાય તે જરૂરી છે.