ગોધરા,
ગોધરાના બહારપુરા રામજી મંદિર સ્મશાન રોડ ઉપર જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી પાંચ જુગારીયાને 4590/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાના બહારપુરા રામજી મંદિર સ્મશાન રોડ ઉપર જાહેરમાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે એ-ડીવીઝન પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન વિજય કાળીદાસ મારવાડી, રાજુ નારણદાસ મારવાડી, ગોકાજી લાલજી મારવાડી, ગણેશ જુજાજી મારવાડી, દલપતભાઈ ભેરાજી પારગીને ઝડપી પાડયા હતા. ઝડપાયેલ ઈસમોની અંગ ઝડતી અને દાવ ઉપર મુકેલ 45490/-રૂપીયા જપ્ત કરી આ બાબતે એ-ડીવીઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવા પામી છે.