ગોધરાના બગીડોળ ગામે રોડમાં ગયેલ જમીનના ઝાડોના નાણાં આપતા નથી તેમ મારમારતાં ફરિયાદ નોંધાઈ

ગોધરા, ગોધરા તાલુકાના બગીડોળ ગામે સર્વે નં.226 વાળી જમીનમાં આવેલ ફરિયાદીના ધર પાછળની જમીનમાં આવેલ ઝાડોના નાણાં રોડ ખાતાના અધિકારીઓ આવેલ હોય આરોપીઓ અમોને ભાગે પડતા નાણાં આપતા નથી. તેમ કહી મારમારી ઈજાઓ જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના બગીડોળ ગામે દાડમ ફળીયામાં રહેણાંક ધરવાળા સર્વે નં.226 વાળી જમીનમાં આવેલ છે. અરવિંદભાઈ રમણભાઈ ચૌહાણના ધરની પાછળની જમીન રોડ ખાતામાં ગયેલ હતી. જે જમીનમાંં ઝાડો હતા તે ઝાડોના નાણાં રોડ ખાતાના અધિકારીઓ રમણભાઈને આપેલ હતા. ત્યારે આરોપીઓ નરવતભાઈ ઉદાભાઈ ચૌહાણ, રાજેશભાઈ નરવતભાઈ ચૌહાણ, લીલાબેન ચૌહાણ, ગીતાબેન રાજેશભાઈ ચૌહાણ એ રોડ ખાતાના અધિકારીઓએ આવેલ ઝાડોના નાણાં તેના ભાગે પડતા કેમ નથી આપતાં તેમ કહીને રમણભાઈને લાકડી વડે પગના ભાગે ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.