ગોધરાના આંગળીયા ગામે તારી પત્ની ડાકણ છે તેમ કહી મારમારતાં ફરિયાદ

ગોધરા,
ગોધરા તાલુકાના આંગળીયા ગામે તારી પત્ની ડાકણ છે. તેમ કહી ગાળો આપી દંપતિને આરોપીએ મારમારી ઈજાઓ પહોંચાડતા ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના આંગળીયા ગામે રહેતા રમેશભાઈ દુદાભાઈ સગોડીયાને આરોપીઓ સુભાષ ગોરધનભાઈ સંગોડીયા, કાળુભાઈ એ તારી પત્ની સમરતબેન ડાકણ છે. તેમ કહીને ગાળો આપતાં હોય રમેશભાઈએ ગાળો આપવાની ના પાડતાં આરોપીઓ ઉશ્કેરાઈ જઈ રમેશભાઈ અને તેમની પત્નીને લાકડી વડે માથામાં મારી ઇજાઓ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.