ગોધરા, ગોધરા તાલુકાના આંગળીયા ગામના ડુંગર ફળીયામાં રહેતા ફરિયાદી સાથે આરોપીએ સેઢા-પાળી બાબતે તેમજ રસ્તે જવા-આવવા માટે બે ઈસમો ધરે આવી ગાળો આપી જાતિઅપમાનિત કરી ટુકડા મારી સળગાવી દેવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના આંગળીયા ગામના ડુંંગર ફળીયામાં રહેતા રમણભાઈ ચતુરભાઈ ભીલ અને આરોપીઓ સંજય બળવંતભાઈ પટેલ અને મનિષાબેન પટીેલ જમીન એ શેઢાની હોય જેથી શેઢા-પાળી બાબતે તેમજ રસ્તા બાબતે આરોપીએ ગાળો આપી જાતિઅપમાનિત કરી ઝગડો કર્યો હતો અને આજે તેને જીવતો છોડવાનો નથી. મારી સાત ટુકડા કરી સળગાવી દેવાનો છે. એમ કહી કેરોસીન લઈ દોડી આવ્યો હતો અને આરોપીઓએ સવારે ગામમાં જોવા મળ્યો એટલે જીવતો રહેવા દઈશું નહિ તેમ કહી બીજા દિવસે મારવા ધર આંગણે કરી રમણભાઈના ધરે રોડ ઉપર જવાના રસ્તા ઉપર કાંટાળા ઝાડવા નાખી રસ્તો બંધ કરી જાતિઅપમાનિત કરતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.