- તમામ દોષીઓને નીચલી અદાલત અને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.
નવીદિલ્હી,સુપ્રીમ કોર્ટે શુક્રવારે (૨૧ એપ્રિલ) ૨૦૦૨ના ગોધરાકાંડમાં સંડોવાયેલા ૮ લોકોને જામીન આપવામાં આવ્યા હતા. તમામ દોષીઓને નીચલી અદાલત અને હાઈકોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. દોષીઓને ૧૭-૧૮ વર્ષ જેલમાં વિતાવવાના આધારે જામીન આપવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવતા ૪ દોષીઓને જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે.
ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેન્ચે ૮ દોષીઓને જામીન આપ્યા છે. આ વર્ષે ૨૦ ફેબ્રુઆરીએ, કોર્ટે દોષીઓને નિર્ણય લેવામાં મદદ કરવા માટે તેમની ઉંમર અને જેલમાં વિતાવેલ સમય સહિતની વિગતો માગી હતી.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં ગુજરાત સરકારનો પક્ષ રજૂ કર્યો હતો. મહેતાએ ૨૦૧૭ના ગુજરાત હાઈકોર્ટના ચુકાદા સાથે સખત અસંમત હતા, જેમાં ૧૧ દોષીઓને ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી. વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ કહ્યું કે, “કેટલાક દોષીઓની ઉંમર હવે ૬૦ વર્ષ વટાવી ગઈ છે. નીચલી અદાલત દ્વારા મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવેલા ૧૧ દોષીઓની ઉંમરનો ઉલ્લેખ કરતાં હેગડેએ કહ્યું કે હવે તે અદાલત પર નિર્ભર છે કે મૃત્યુદંડની સજા જાળવી શકાય છે કે નહીં.”
તે જ સમયે, વરિષ્ઠ વકીલ કેટીએસ તુલસીએ કોર્ટને માહિતી આપી હતી કે બિલાલ ઇસ્માઇલ ગુજરાતી ભાષા જાણતા નથી અને તેમના નિવેદનની સામગ્રી જાણ્યા વિના દસ્તાવેજ પર અંગૂઠાની છાપ મુકાવી દેવામાં આવી હતી.ગયા વર્ષે ૧ને વચગાળાના જામીન મળ્યા હતા, જ્યારે અન્યને આ આધારે જામીન મળ્યા હતા.
ગયા વર્ષે ૧૩ મે, ૨૦૨૨ના રોજ કોર્ટે દોષીઓમાંના એક, અબ્દુલ રહેમાન ધંતિયા ઉર્ફે કનકટ્ટોને છ મહિના માટે વચગાળાના જામીન આપ્યા હતા, કારણ કે તેની પત્ની ટર્મિનલ કેન્સરથી પીડિત હતી અને તેની પુત્રીઓ માનસિક બીમારીમાંથી પસાર થઈ રહી હતી. ૧૧ નવેમ્બર ૨૦૨૨ના રોજ કોર્ટે તેમના જામીનને ૩૧ માર્ચ ૨૦૨૩ સુધી લંબાવી દીધા હતા.
ગયા વર્ષે ડિસેમ્બરમાં, સુપ્રીમ કોર્ટે ફારુક નામના દોષીને જામીન આપ્યા હતા, જે આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો, કારણ કે તે તેની સજાના ૧૭ વર્ષની સજા ભોગવી ચૂક્યો છે અને આ કેસમાં તેની ભૂમિકા ટ્રેનમાં પથ્થરમારાની હતી.ટ્રાયલ કોર્ટે આ કેસમાં ૩૧ લોકોને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી ૧૧ લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જ્યારે ૨૦ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે પણ તમામ ૩૧ લોકોને દોષિત ઠેરવ્યા હતા. જો કે ફાંસીની સજા પામેલા ૧૧ લોકોની સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પાદરીવાલાની બેન્ચે આ જામીન અરજીઓ પર સુનાવણી કરી હતી. આ કેસમાં કુલ ૩૧ દોષિતો હતા, જેમાંથી ૧૫ની જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. ૮ દોષિતોને આજે જામીન મળી ગયા છે. ૭ લોકોની જામીન અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અને એક દોષિતને ગયા વર્ષે ડિસેમ્બરમાં જ જામીન મળ્યા હતા.
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાત સરકાર વતી હાજર રહીને માગણી કરી હતી કે, જેમની ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવતત કરવામાં આવી હતી, તેઓને ફરીથી મૃત્યુદંડની સજા કરવામાં આવે. આ ટ્રેન પર પથ્થર ફેંકવા જેવી સાદી બાબત નથી. આ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. જેમાં મહિલાઓ અને બાળકો સહિત ૫૯ લોકો જીવતા સળગી ગયા હતા.ટ્રાયલ કોર્ટે આ કેસમાં ૩૧ લોકોને દોષિત ઠેરવ્યા હતા. જેમાંથી ૧૧ લોકોને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, જ્યારે ૨૦ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ પછી દોષિતોએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. હાઈકોર્ટે પણ તમામ ૩૧ લોકોને દોષિત ઠેરવ્યા હતા. જોકે, મૃત્યુદંડની સજા પામેલા ૧૧ લોકોની સજાને આજીવન કેદમાં ફેરવવામાં આવી હતી.ગોધરા કેસમાં સજા પામેલા કેદીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી ઈદને લઈને જામીન પર મુક્ત કરવાની માંગ કરી હતી. દોષિતોના વકીલે તેમની જામીન પર મુક્તિ માટે અપીલ કરી, દલીલ કરી કે તેઓ છેલ્લા ૧૭-૧૮ વર્ષથી જેલમાં હતા. સુપ્રીમ કોર્ટે તેનો સ્વીકાર કર્યો. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બનેલી બેંચ ગોધરા કેસના દોષિત કેદીઓની જામીન અરજી પર સુનાવણી કરી રહી છે.