ગોધરા પશ્ર્ચિમ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ AIMIM દ્વારા કમિશ્ર્નર મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટે્રશન ગાંધીનગરને લેખિત રજુઆત.

ગોધરા,
ગોધરાના પશ્ર્ચિમ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોય આ વિસ્તાર માટે પાલિકા દ્વારા ઓરમાર્યુ વર્તન રાખવામાં આવતું હોય આ બાબતોને લઈ AIMIM દ્વારા મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટે્રશન કમિશ્ર્નરને લેખિત રજુઆત કરવામાંં આવી.
ગોધરા પશ્ર્ચિમ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ જેવી કે, સાફ-સફાઈ, ગંદકી, સ્ટ્રીટ લાઈટ, ઉડતી ધુળની ડમરીઓ, પીવાના પાણીની સમસ્યા કાયમી છે. આ વિસ્તારમાં માર્ગો ઉપર ખાડાઓથી સ્થાનિક રહિશ અને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. આઝાદીના આટલા વર્ષો બાદ પણ મુસ્લીમ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા ઓરમાર્યું વર્તન દાખવવામાં આવી રહ્યું છે. આ બાબતે ગાંધીનગર મ્યુનિસીપાલીટી એડમીનીસ્ટે્રશન કમિશ્ર્નરને AIMIM દ્વારા લેખિત રજુઆત કરવામાં આવી છે કે, પશ્ર્ચિમ વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવે, મુખ્ય રસ્તાઓ ઉપર ધુળ ઉડવાને લઈ લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થઈ રહી છે. પશ્ર્ચિમ વિસ્તારમાં સાફ-સફાઈ જોવા મળ્યું છે. આ વિસ્તારમાં આવવાથી ગંદકીનું સામ્રાજય જોવા મળ્યું છે. આ વિસ્તારમાં સફાઈ કામદારો નિયુકત કરવામાં આવે, ભુર્ગભ ગટર લાઈન ઢાંકણા ખુલી જતાં આ વિસ્તારોમાં દુર્ગંધ અને ગંદકી અને મચ્છરજન્ય રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. ગોધરા પાલિકા પશ્ર્ચિમ વિસ્તાર સાથે ઓરમાર્યું વર્તન રાખતી હોય ત્યારે કમિશ્ર્નર કચેરી દ્વારા આદેશ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.