- સારવાર ખર્ચ સહાય કરવા મુખ્યમંત્રીને રજુઆત કરશે.
- જખઅ-૧ની ગંભીર બિમારીમાં સપડાયેલ આ બાળક.
- સારવાર માટે મધ્યમવર્ગીય પરિવારને દાન માટે સમાજને અપીલ.
ગોધરા,
જેની ભારતમાં સારવાર શકય નથી અને અમેરીકા થી ઈન્જેકશન આયાત કરવી પડે તેવા જખઅ-૧ નામના રોગની સારવાર પાછળ રૂ.૨૨.૫ કરોડની દવાનો ખર્ચ થાય છે. આ ગંંભીર બિમારીમાં સપડાયેલ ગોધરાના ૩ માસના બાળકને બચાવવા માટે સેવાભાવીઓ આર્થિક મદદરૂપ થઈ રહ્યા છે. દરમ્યાન દે.બારીઆ, ગોધરા, કાલોલના ધારાસભ્યો એ આ ૩ માસીય બાળકને સારવાર માટે બનતી મદદરૂપ થવા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવાની ખાત્રી આપવામાં આવી છે.
ગોધરામાં રહેતા રાજદીપસિંહ રાઠોડના પરિવારમાં બાળક ધૈર્યસિંહનો જન્મ થતાં પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી. પરંતુ બાળક જેમ જેમ મોટું થતું જતા તેમ તેમ તેના શારીરિક બદલાવ થતાં તેની સારવાર શ કરાવતા તેને એક ગંભીર બિમારીમાં હોવાનું બહાર આવતાં પરિવારજનોમાં દુ:ખની લાગણી વ્યાપી ગઈ હતી. જરી રિપોર્ટ તથા તબીબી સલાહ મુજબ આ ધૈર્યરાજને એસએમએ -૧ (સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોપી -૧) નામની બીમારી હોવાનું બહાર અવતા તેઓના પગ તળેથી જમીન જાણે સરકી ગઈ હતી. ખાસ આ બીમારીનો ઈલાજ ભારતમાં શક્ય નથી એવું જાણીને જાણે આભ તૂટી પડ્યું. એસએમએ-૧ નામની બીમારી જેમાં બાળકના સ્નાયુઓ કામ કરતા બંધ થઈ મૃત્યુ પણ થઈ જતું હોય છે. જોકે, તેઓના ધ્યાનમાં આવ્યું હતું કે, મહારાષ્ટ્રની બાળકીને આવી ગંભીર બિમારી લાગુ પડી હતી. ભારતમાં આ રોગની સારવાર શકય નથી અને અમેરીકાથી ઈન્જેકશન મંગાવવું પડે છે. આમ, સારવાર પાછળ અધધ…. કહી શકાય તેવી આશરે ૨૨.૫ કરોડનો ખર્ચ થાય તેમ છે. મહારાષ્ટ્રની બાળકીને દાતાઓ દ્વારા તથા સરકાર દ્વારા મદદરૂપ થઈને તેને રોગ મુકત કરવામાં આવ્યા હોવાનું જાણતા પોતાના સંતાનને બચાવવા અને જલ્દી સાજો થાય તે માટે કોઈપણ ભોગે સારવાર કરાવવા એક દ્રઢ સંકલ્પ લેવામાં આવ્યો હતો. દ્રઢ સંકલ્પ સાથે આ ધૈર્યસિહના પરિવારજનો એ સમાજ સમક્ષ દાન માટે અપીલ કરવામાં આવી છે. જેના ભાગરૂપ સમાજના આગેવાનો આગળ આવીને યથા યોગ્ય મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે દે.બારીઆ, ગોધરા અને કાલોલના ધારાસભ્ય દ્વારા પણ આ બાળકની વ્હારે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી સમક્ષ આ બાળકને આરોગ્યલક્ષી બને તેટલી ઝડપથી સારવાર મળે અને આ પાછળનો સારવાર ખર્ચ પણ સરકાર દ્વારા સહાયરૂપ થાય તેવી આગામી સમયમાં રજુઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળતા પરિવારમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.