ગોધરા,
ગોધરા મુક્તિધામ (હિન્દુ સ્મશાન)ના પ્રમુખ પ્રકાશ દીક્ષિતની અધ્યક્ષતામાં ગોધરાની વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા મુક્તિધામ ખાતે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં નગરપાલિકા ગોધરા, ગાયત્રી પરિવાર, લાયન્સ ક્લબ, કોમર્સ કોલેજ ગોધરા તથા અન્ય આગેવાનો ડો. શ્યામ સુંદર શર્મા, પી.કે. રાઠોડ સહિતના મહાનુભાવો દ્વારા મુક્તિધામમાં ઠેર ઠેર સફાઈ કરી સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું. સાથે સાથે નગર પાલિકા ગોધરાના સફાઈ કામદારોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સેવાનું આવું ઉમદા કાર્ય કરનાર પ્રકાશ દીક્ષિતને ગોધરાના અગ્રણીઓએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે.