ગોધરા, પંચમહાલ જીલ્લાના મુખ્યમથક ગોધરા શહેરમાં આયોજીત થનારા જીલ્લાના સૌથી મોટા ગરબા આયોજનને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. ગોધરા શહેરમાં નવદુર્ગા નવરાત્રિ મહોત્સવ સમિતિ દ્વારા અમદાવાદ રોડ પર આવેલ મોતીબાગ પાર્ટીપ્લોટ ખાતે જીલ્લાના સૌથી મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નવરાત્રિ દરમિયાન આયોજીત નવ દિવસની થીમ વિશે માહિતી આપવામાં આવી હતી. જેમાં નવ દિવસ દરમ્યાન અલગ થીમ પર માતાજીની આરાધના સભર ગરબા કરવામાં આવશે. નવ દિવસ સુધી ગુજરાતનું રત્ન સમાન પદ્મ હેમંત ચૌહાણ પોતાના સ્વરે ખેલૈયાઓને ગરબે ઝુમાવશે સાથે જ ગરબા સમિતિ દ્વારા મોડર્ન એવા ડિસ્કો દાંડિયા ગરબાને સ્થાને માતાજીનાં પારંપરિક ગરબા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને સમગ્ર જીલ્લામાંથી ખેલૈયાઓ માતાજીનાં ગરબે રમવા ઉમટી પડશે.