ગોધરા મોહમંદી મહોલ્લા પાસે સંગાડામાં વેચાણ માટે રાખેલ 217 કિલો માંસના જથ્થા સાથે બે વ્યકિતને ઝડપી પાડતી પોલીસ

ગોધરા,ગોધરા મોહમંદી મહોલ્લા જુબેર મસ્જીદ પાસે આવેલ સંંગાડામાં માંંસનો જથ્થો વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી 217 કિલો માંસના કિંમત 43,400/-રૂપીયા અને અન્ય સાધનો મળી 45,150/-રૂપીયાના જથ્થા સાથે બે વ્યકિત ઝડપાઈ જતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા મોહંમદી મહોલ્લા જુબેર મસ્જીદ પાસ હાજરા તૈયાર અબ્દુલ રહિમ ગીતેલી, ઈસ્માઈલ હુસેની સુરતી પાસે મળી માલિકીના સંગાડામાં માંસનો જથ્થો વેચાણ માટે રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી પોલીસે 217 કિલો માંસનો જથ્થો કિંમત 43,400/-રૂપીયા, વજન કાંટા, મોબાઈલ ફોન, કુહાડી મળી 45,150/-રૂપીયાના મુદ્દામાલ સાથે બન્નેને પોલીસે ઝડપી પાડયા હતા. જ્યારે સરફરાજ ઈકબાલ દાવલા, નુરજહાં અહેમદ હુસેન હયાત સ્થળ ઉપર મળી નહિ આવતાં બન્નેની તપાસ હાથ ધરી છે.